lucknow pitch curator, હાર્દિક પંડ્યાની ફરીયાદે લખનૌ પિચ ક્યુરેટરની નોકરીનો ભોગ લીધો, હાંકી કાઢવામાં આવ્યા - india vs new zealand 2nd t20 lucknow pitch curator sacked for preparing a shocker

lucknow pitch curator, હાર્દિક પંડ્યાની ફરીયાદે લખનૌ પિચ ક્યુરેટરની નોકરીનો ભોગ લીધો, હાંકી કાઢવામાં આવ્યા – india vs new zealand 2nd t20 lucknow pitch curator sacked for preparing a shocker


India vs New Zealand 2nd T20 Match 2023: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લખનૌમાં રવિવારે બીજી ટી20 ક્રિકેટ મેચ રમાઈ હતી. લો-સ્કોરિંગ મેચમાં ભારતનો વિજય થયો હતો પરંતુ આ માટે ટીમને ભારે મહેનત કરવી પડી હતી. મેચ બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ એકાના ક્રિકેટ સ્ટેડિયમની પિચની ટીકા કરી હતી. ત્યારબાદ હવે તે પિચના ક્યુરેટરને હાંકી કાઢવામાં આવ્યા હતા. ભારતે એક બોલ બાકી રાખતા ન્યૂઝીલેન્ડ સામે છ વિકેટે વિજય નોંધાવ્યો હતો. બાદમાં હાર્દિક પંડ્યાએ પિચને ‘આઘાતજનક’ ગણાવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 99 રન જ નોંધાવી શકી હતી. જ્યારે 100 રનના લક્ષ્યાંકને પાર પાડવામાં ભારતીય ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન (UPCA)ના સૂત્રોએ જણાવ્યું હતું કે, ક્યુરેટરને હાંકી કાઢવામાં આવ્યા છે અને તેમના સ્થાને અનુભવી ક્યુરેટર સંજીવ કુમાર અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. અમે એક મહિનાની અંદર બધું બરાબર કરી દઈશું. ટી20 મેચ અગાઉ સેન્ટર વિકેટ પર ઘણી બધી ડોમેસ્ટિક ક્રિકેટ મેચ રમાઈ હતી. ક્યુરેટરે ઈન્ટરનેશનલ મેચ માટે એક કે બે પિચ બાકી રાખવી જોઈએ. પિચનો વધારે પડતો ઉપયોગ થયો હતો અને ખરાબ હવામાનના કારણે નવી પિચ તૈયાર કરવામાં પૂરતો સમય મળ્યો ન હતો.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવારે ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે. હાલમાં ત્રણ મેચની સિરીઝ 1-1થી બરાબરી પર છે તેથી અમદાવાદમાં રમાનારી મેચ નિર્ણાયક બની રહેશે. લખનૌમાં બીજી ટી20 બાદ હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે, પ્રાણાણિકતાથી કહું તો આ આઘાતજનક વિકેટ હતી. મને કપરી વિકેટથી કોઈ વાંધો નથી. હું તેના માટે તૈયાર રહું છું પરંતુ આ બંને મેચની વિકેટ ટી20 માટે બનાવવામાં આવી ન હતી. ક્યુરેટર્સ અથવા મેદાન કે જેમાં અમે રમવા જઈ રહ્યા છીએ તેઓએ ખાતરી કરવી જોઈએ કે તેઓ પિચ પહેલાથી જ તૈયાર કરીને રાખે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *