શુભમન ગિલ હોવાના કારણે રાહુલ પર પોતાનું સ્થાન જાળવી રાખવા માટેનું દબાણ વધી ગયું છે. રોહિત શર્માએ જણાવ્યું હતું કે, રાહુલની બેટિંગ અંગે ઘણી વાત થઈ છે. પરંતુ ટીમ મેનેજમેન્ટના રૂપમાં અમે હંમેશા કોઈ પણ વ્યક્તિની ક્ષમતાને જોઈએ છીએ, તેના ભૂતકાળના પ્રદર્શનને જોતા નથી. જો તે વ્યક્તિમાં ક્ષમતા છે તો તેને એક તક મળશે. ઈંગ્લેન્ડમાં રમવું ક્યારેય આસાન રહેતું નથી અને તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. એટલે સુધી કે સેન્ચ્યુરિયનમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંને વખતે ભારતનો વિજય થયો હતો. તેમ છતાં તેની ક્ષમતા અંગે વાત કરી છે.
દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે વિજય નોંધાવ્યા બાદ પત્રકાર પરિષદમાં રોહિત શર્માએ જણાવ્યું હતું કે ચોક્કસથી જ્યારે તમે આ પ્રકારની પિચો પર રમી રહ્યા હોવ તો તમારે રન નોંધાવવાની રીત શોધવાની જરૂર છે અમે તે નથી જોતાં કે કોઈ ખેલાડીના રૂપમાં શું કરી રહ્યો છે. નોંધનીય છે કે લોકેશ રાહુલ છેલ્લા ઘણા સમયથી ત્રણેય ફોર્મેટમાં નિષ્ફળ જઈ રહ્યો છે. ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ ટીમમાં તેના સ્થાનને લઈને સવાલો ઉઠાવ્યા છે.
હેડ કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે, લોકેશ રાહુલને ટીમ મેનેજમેન્ટનું સમર્થન મળતું રહેશે. મને લાગે છે કે તેણે પોતાની પ્રક્રિયાઓ પર વિશ્વાસ વ્યક્ત કરવાની જરૂર છે. આ ફક્ત એક તબક્કો છે, તે અમારા સૌથી સફળ વિદેશી ઓપનર બેટર્સમાંનો એક રહ્યો છે. તેણે સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં સદી ફટકારી હતી. અમે તેમનું સમર્થન કરવાનું ચાલું રાખીશું.