ગણેશે તેની આ ઈનિંગ્સની ટીકા કરી હતી અને તેને અત્યાર સુધીની સૌથી ખરાબ ઈનિંગ્સ ગણાવી હતી. ડોડા ગણેશે લોકેશ રાહુલની ઈનિંગ્સ ટ્વિટ કર્યું હતું કે, મેચના સંદર્ભની વાત કરીએ તે લોકેશ રાહુલની આ ઈનિંગ્સ આઈપીએલ ઈતિહાસની સૌથી વાહિયાત ઈનિંગ્સ હતી. તેના મનમાં શું ચાલી રહ્યું છે? આ સ્તરના ક્રિકેટમાં આવું લાંબા સમય સુધી થવું જોઈએ નહીં. આ સ્કૂલ ક્રિકેટ નથી.
રાહુલ આઈપીએલની વર્તમાન સિઝનમાં સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યો છે. ચાર મેચમાં તેનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પ્રથમ મેચમાં તે 12 બોલમાં 8 રન નોંધાવ્યા હતા. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે તેણે 18 બોલમાં 20 રન અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 31 બોલમાં 35 રન નોંધાવ્યા હતા.
લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ હાઈસ્કોરિંગ રહી હતી. ઓપનર વિરાટ કોહલી, કેપ્ટન ફાફ ડુપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલની આક્રમક અડધી સદીની મદદથી બેંગલોરે 20 ઓવરમાં બે વિકેટે 212 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં નિકોલસ પૂરના 19 બોલમાં 62 રનની મદદથી લખનૌએ અંતિમ બોલ પર વિજય નોંધાવ્યો હતો.