lokesh rahul, લખનૌની દિલધડક જીત છતાં ટીકાનો ભોગ બન્યો કેપ્ટન રાહુલ, ભૂતપૂર્વ ક્રિકેટરે કાઢી ઝાટકણી - ipl 2023 ex india player dodda ganesh slam kl rahuls knock vs rcb

lokesh rahul, લખનૌની દિલધડક જીત છતાં ટીકાનો ભોગ બન્યો કેપ્ટન રાહુલ, ભૂતપૂર્વ ક્રિકેટરે કાઢી ઝાટકણી – ipl 2023 ex india player dodda ganesh slam kl rahuls knock vs rcb


લોકેશ રાહુલ છેલ્લા ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ રમી રહ્યો છે. જેના કારણે તેને ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. હાલમાં તે આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની કપ્તાની કરી રહ્યો છે. જોકે, બેટ વડે તેનું કંગાળ પ્રદર્શન યથાવત રહ્યું છે. સોમવારે લખનૌનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થયો હતો. જેમાં લખનૌએ અંતિમ બોલ પર દિલધડક વિજય નોંધાવ્યો હતો. આ મેચમાં લોકેશ રાહુલની કંગાળ બેટિંગ અંગે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ડોડા ગણેશે તેની આકરી ઝાટકણી કાઢી છે. બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લખનૌ 213 રનના લક્ષ્યાંકને પાર પાડી રહ્યું હતું. પરંતુ રાહુલ ફ્લોપ રહ્યો હતો. તેમે 20 બોલમાં 18 રન નોંધાવ્યા હતા. મોહમ્મદ સિરાજે તેને મેચની 12મી ઓવરમાં આઉટ કર્યો હતો.

ગણેશે તેની આ ઈનિંગ્સની ટીકા કરી હતી અને તેને અત્યાર સુધીની સૌથી ખરાબ ઈનિંગ્સ ગણાવી હતી. ડોડા ગણેશે લોકેશ રાહુલની ઈનિંગ્સ ટ્વિટ કર્યું હતું કે, મેચના સંદર્ભની વાત કરીએ તે લોકેશ રાહુલની આ ઈનિંગ્સ આઈપીએલ ઈતિહાસની સૌથી વાહિયાત ઈનિંગ્સ હતી. તેના મનમાં શું ચાલી રહ્યું છે? આ સ્તરના ક્રિકેટમાં આવું લાંબા સમય સુધી થવું જોઈએ નહીં. આ સ્કૂલ ક્રિકેટ નથી.
રાહુલ આઈપીએલની વર્તમાન સિઝનમાં સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યો છે. ચાર મેચમાં તેનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પ્રથમ મેચમાં તે 12 બોલમાં 8 રન નોંધાવ્યા હતા. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે તેણે 18 બોલમાં 20 રન અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 31 બોલમાં 35 રન નોંધાવ્યા હતા.

લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ હાઈસ્કોરિંગ રહી હતી. ઓપનર વિરાટ કોહલી, કેપ્ટન ફાફ ડુપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલની આક્રમક અડધી સદીની મદદથી બેંગલોરે 20 ઓવરમાં બે વિકેટે 212 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં નિકોલસ પૂરના 19 બોલમાં 62 રનની મદદથી લખનૌએ અંતિમ બોલ પર વિજય નોંધાવ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *