lionel messi, વિદાય મેચમાં મેસ્સીનું થયું અપમાન, તો દિગ્ગજ ફૂટબોલરે ક્લબ છોડતા જાહેર કરી નિવૃત્તિ - messi played last metch for psg ibrahimovic announces retirement from football

lionel messi, વિદાય મેચમાં મેસ્સીનું થયું અપમાન, તો દિગ્ગજ ફૂટબોલરે ક્લબ છોડતા જાહેર કરી નિવૃત્તિ – messi played last metch for psg ibrahimovic announces retirement from football


આર્જેન્ટિનાના સ્ટાર સ્ટ્રાઈકર લાયોનેલ મેસ્સીએ પેરિસ સેન્ટ-જર્મન (PSG) ફૂટબોલ ક્લબ માટે દર્શકોના ‘હૂટિંગ’ વચ્ચે તેની છેલ્લી મેચ રમી હતી. પેરિસ સેન્ટ જર્મને પહેલાથી જ ફ્રેન્ચ લીગ ટાઈટલ પોતાના નામે કરી લીધું છે પરંતુ તેની અંતિમ મેચમાં તેને ક્લેરમોન્ટ સામે 3-2થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પેરિસ સેન્ટ જર્મનના સમર્થકોએ વિશ્વના સર્વકાલિન મહાન ફૂટબોલર્સમાં સામેલ મેસ્સી પ્રત્યે કોઈ સન્માન દર્શાવ્યું ન હતું અને જ્યારે પ્રેઝન્ટરે વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલરના નામની જાહેરાત કરી ત્યારે પ્રેક્ષકોએ તેનો ‘હુરિયો’ બોલાવ્યો હતો.

થોડીવાર પછી મેસ્સી તેના ત્રણ બાળકો સાથે હસતાં હસતાં મેદાનમાં પ્રવેશ્યો હતો. પેરિ સેન્ટ જર્મનની વેબસાઈટ સાથેની વાતચીતમાં મેસ્સીએ જણાવ્યું હતું કે, હું આ બે વર્ષ માટે ક્લબ, પેરિસ શહેર અને તેના લોકોનો આભાર વ્યક્ત કરું છું. હું તમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું. પીએસજીએ મેસ્સીના નેતૃત્વમાં આ બે સિઝનમાં બે વખત ફ્રેન્ચ લીગ અને ફ્રેન્ચ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

આ દરમિયાન મેસ્સીએ ક્લબ માટે તમામ સ્પર્ધાઓમાં 32 ગોલ કર્યા હતા અને 35 ગોલમાં મદદ કરી હતી. આર્જેન્ટિનાના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને પેરિસ સેન્ટ જર્મન ક્લબ સાથેનો કરાર વધાર્યો નથી. માનવામાં આવી રહ્યું છે કે મેસ્સી તેના હરીફ પોર્ટુગલના સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જેમ સાઉદી અરેબિયામાં રમે તેવી શક્યતા છે.

બેન્ઝેમાએ 14 વર્ષ પછી રિયલ મેડ્રિડ છોડી દીધું
કરીમ બેન્ઝેમાએ 14 વર્ષ પછી રીઅલ મેડ્રિડ ક્લબને અલવિદા કહી દીધુ છે. સ્પેનિશ ક્લબે રવિવારે આ વાતની પુષ્ટિ કરી હતી. ફ્રાન્સનો ભૂતપૂર્વ સ્ટાર ફૂટબોલર બેન્ઝેમા 2009માં ક્લબ લિયોનમાંથી સ્પેનિશ જાયન્ટ્સ રિયલ મેડ્રિડમાં જોડાયો હતો અને તેણે 657 મેચમાં 353 ગોલ કર્યા હતા. બેન્ઝેમાએ આ સિઝનમાં તમામ સ્પર્ધાઓમાં 42 મેચ રમી હતી જેમાં તેણે 30 ગોલ અને છ આસિસ્ટ કર્યા હતા. 35 વર્ષીય સ્ટ્રાઈકરે મેડ્રિડ સાથે પાંચ ચેમ્પિયન્સ લીગ અને ચાર લા લીગા ટાઈટલ જીત્યા છે. એકંદરે તેણે રીઅલ મેડ્રિડ સાથે 25 મોટા ટાઈટલ જીત્યા, જે ક્લબ માટે એક રેકોર્ડ છે.

સ્વિડિશ લિજેન્ડ ઈબ્રાહિમોવિકે ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી
સ્વિડનના લિજેન્ડરી ફૂટબોલર ઝ્લાટન ઈબ્રાહિમોવિકે ફૂટબોલ ક્લબ એસી મિલાન છોડતાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. 41 વર્ષીય ઈબ્રાહિમોવિકે જણાવ્યું હતું કે, ફૂટબોલને અલવિદા કહેવાનો આ યોગ્ય સમય છે. અત્યારે હું ઘણો ભાવુક છું. ઈબ્રાહિમોવિક 2019માં બીજી વખત એસી મિલાન સાથે જોડાયો હતો. તે પહેલા 2011માં આ ક્લબ સાથે જોડાયો હતો અને બે સિઝન રમ્યો હતો. જેમાં તેણે 2011માં સીરિઝ-એ ટાઈટલ જીત્યું હતું. તેણે કહ્યું હતું કે, જ્યારે પ્રથમ વખત હું આ ક્લબ સાથે જોડાયો હતો ત્યારે તમે મને ખુશીઓ આપી હતી. જ્યારે બીજી વખત જોડાયો ત્યારે તમે મને અઢળક પ્રેમ આપ્યો. તમે મને ખુલ્લા દિલે આવકાર્યો હતો અને મને અહીં મારા ઘર જેવું લાગે છે.

અન્ય ફૂટબોલર્સમાં સેર્ગીયો રામોસ, માર્કો એસેન્સિયો, એડન હેઝાર્ડ, જોર્ડી આલ્બા, સેર્ગીયો બુસ્કેટ્સ અને જુડ બેલિંગહામે પણ સીઝનના અંતે પોતપોતાની ક્લબ છોડી દીધી છે. સર્જિયો રામોસે પીએસજી, એસેન્સિયો અને હેઝાર્ડને રીઅલ મેડ્રિડ, આલ્બા અને બુસ્કેટ્સે બાર્સેલોના અને જુડ બેલિંગહામને ડોર્ટમંડને અલવિદા કહ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *