કોહલીએ આપી કરોડોની ગિફ્ટ
વિરાટ કોહલીએ લગ્નમાં હાજરી તો નહોંતી આપી, પરંતુ કેએલ રાહુલને કરોડોની ગિફ્ટ આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વિરાટ કોહલીએ પોતાના સાથી ખેલાડી રાહુલ અને આથિયાને બીએમડબલ્યુ કાર ગિફ્ટ આપી છે. જણાવાઈ રહ્યું છે કે, આ કારની કિંમત 2.17 કરોડ રૂપિયા છે. ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન કેએલ રાહુલ વિરાટ કોહલીની ઘણો નજીક હોવાનું મનાય છે.
ધોનીએ પણ આપી ગિફ્ટ
જણાવાઈ રહ્યું છે કે, વિરાટ કોહલીની જેમ જ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ કેએલ રાહુલને ગિફ્ટ આપી છે. રિપોર્ટ્સ મુજબ ધોનીએ પણ તેને ગિફ્ટ આપી છે. રિપોર્ટસનું માનીએ તો ધોનીએ રાહુલને કાવાસાકી નિંજા બાઈક ગિફ્ટમાં આપી છે. તેની કિંમત 80 લાખ રૂપિયા જણાવાઈ રહી છે. આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીને બાઈકનો ઘણો શોખ છે. તેની પાસે દુનિયાની ટોપ બાઈક્સ છે.
કેએલ રાહુલ આગામી મહિને મેદાન પર પાછો ફરશે
કેએલ રાહુલ આગામી મહિને મેદાન પર પાછો ફરશે. તેને બોર્ડર ગાવસ્કર સીરિઝ માટે ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. બાંગ્લાદેશ પ્રવાસ પર ટેસ્ટમાં કેપ્ટનશિપ સંભાળનારો રાહુલ બેટિંગમાં ફ્લોપ રહ્યો હતો. એ કારણે તેની પાસેથી વન-ડે અને ટી20ની કેપ્ટનશિપ છીનવી લેવાઈ છે. ટેસ્ટમાં પણ તેનું બેટ સતત શાંત છે. એવામાં ટીમમાં તેના સમાવેશ સામે સવાલ ઊઠી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે તક મળશે તો રાહુલ પાસે પોતાને સાબિત કરવાનો પડકાર હશે.