બેટ પર લખ્યું ધોનીનું નામ
27 વર્ષીય કિરણ નવગીરેએ ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ મેચમાં યુપી વિરુદ્દ રમવાની તક મળી હતી. તેના બેટ પર કોઈ સ્પોન્સરનું નામ નહતું. પરંતુ જ્યારે કેમેરો ફોકસ કરીને તેના બેટની નજીક ગયું તો ત્યાં MSD 07 લખ્યું હતું. આ નામ બેટના પાછળના ભાગમાં ઉપર તરફ લખ્યું હતું. કિરણ નવગીરે મહેન્દ્ર સિંહ ધોનીની ફેન છે અને પહેલા પણ ઘણી વખત તે આ વાત કહી ચૂકી છે. WPL શરૂ થતાં પહેલા તેણે જણાવ્યું હતું કે, ભારતે 2011નો મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યારે ટીમમાં એક મોટું નામ હતું – મહેન્દ્ર સિંહ ધોની. મેં ધોનીને 2011થી ફોલો કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે મને એ પણ ખબર નહોતી કે મહિલા ક્રિકેટ જેવી કોઈ વસ્તુ છે. હું મારા ગામના છોકરાઓ સાથે રમવા લાગી અને મને તેમાં મજા આવવા લાગી હતી.
ગુજરાત સામે ફટકારી શાનદાર ફિફ્ટી
ગુજરાત સામેની મેચમાં કિરણ નવગીરેએ અડધી સદી ફટકારી હતી. તેણે ગ્રેસ હેરિસની તોફાની ઈનિંગ્સ પહેલા ટીમને સંભાળી હતી. યુપીની ત્રણ વિકેટ 20 રનમાં પડી ગઈ હતી. આ પછી કિરણે દીપ્તિ શર્મા (11) સાથે ચોથી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી. તેણે 43 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રનની ઈનિંગ્સ રમી હતી.
કિરણ નવગીરે ભારત માટે 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી ચૂકી છે. તેણે ભારતની ઘરેલું સિનિયર મહિલા T20 ટ્રોફીમાં નાગાલેન્ડ તરફથી રમતી વખતે 162 રનની ઈનિંગ્સ રમી હતી. આ ઈનિંગ્સ T20 ક્રિકેટમાં કોઈપણ ભારતીય મહિલા અને પુરુષ દ્વારા સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. ગયા વર્ષે મહિલા T20 ચેલેન્જમાં વેલોસિટી માટે કિરણે ટ્રેલબ્લેઝર્સ સામે 34 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 69 રન ફટકાર્યા હતા.