khushi shah, Nayika Devi: The Warrior Queen ફેમ Khushi Shah બનવાની છે મમ્મી, 37મા બર્થ ડે પર કરી પ્રેગ્નેન્સીની જાહેરાત - khushi shah announced pregnancy on her 37th birthday

khushi shah, Nayika Devi: The Warrior Queen ફેમ Khushi Shah બનવાની છે મમ્મી, 37મા બર્થ ડે પર કરી પ્રેગ્નેન્સીની જાહેરાત – khushi shah announced pregnancy on her 37th birthday


પોપ્યુલર ગુજરાતી ફિલ્મ ‘નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીન’માં (Nayika Devi: The Warrior Queen) મુખ્ય પાત્ર ભજવનારી ખુશી શાહે (Khushi Shah) 19 નવેમ્બરે પરિવારના સભ્યો અને અંગત મિત્રો સાથે ડબલ સેલિબ્રેશન કર્યું હતું. વાત એમ છે કે, આ દિવસે તેનો 37મો બર્થ ડે હતો તેમજ સોશિયલ મીડિયા પર બેબી શાવરની તસવીરો શેર કરીને પ્રેગ્નેન્સીની જાહેરાત પણ કરી હતી. ફંક્શનમાં તેણે વ્હાઈટ કલરનું પ્રીટી ગાઉન પહેર્યું હતું અને વાળ ખુલ્લા રાખી તેમાં આઉટફિટના મેચિંગના ફ્લાવર લગાવ્યા હતા તો તેના પતિ ઉમેશ શર્માએ ટ્વિનિંગ કરતાં વ્હાઈટ શર્ટ અને બેઝ કલરનું પેન્ટ પહેર્યું હતું.

‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી માટે પતિએ આપ્યો ભોગ, દીકરાને સાચવવા છોડી સારા પગારની નોકરી

ખુશી શાહે કરી પ્રેગ્નેન્સીની જાહેરાત


ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં ખુશી શાહ બેબી શાવરમાં આવેલા મહેમાનો સાથે પોઝ આપતી દેખાઈ. આ સિવાય જ્યાં ફંક્શન રાખવામાં આવ્યું હતું તેને કલરફુલ ફુગ્ગાથી સજાવાયું પણ હતું. આ સાથે તેણે લખ્યું હતું ‘આજે મારો બર્થ ડે છે અને આ ખાસ દિવસે હું મારી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી રહી છું. ખુશીઓ રસ્તામાં છે. હું તે તમામનો આભાર માનવા માગું છું જેઓ મારી જર્નીનો ભાગ રહ્યા છે. મેં દીકરી, બહેન, પત્ની તેમજ વહુની ભૂમિકા અદા કરી છે અને હવે મા બનવા જઈ રહી છું. આ કરતાં વધારે ખુશી બીજી કોઈ નથી. આ ભેટ આપવા માટે હું ભગવાનની આભારી છું. લવ યુ ઓલ. જય મા લક્ષ્મી’. કોમેન્ટ કરતાં ઈન્ડસ્ટ્રીના મિત્રોએ તેને અભિનંદન પાઠવ્યા હતા.

લગ્નજીવનના ત્રણ વર્ષ બાદ બનશે મમ્મી
અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં ખુશી શાહે કહ્યું હતું કે ‘ ફિલ્મ ‘નાયિકા દેવી’નો ભાગ બનવું તે મારા માટે સપનું હતું અને ત્યારબાદ મેં બ્રેક લીધો હતો. મારો પતિ અને હું આ નિર્ણય માટે સંમત થયા હતા અને 10 વર્ષના રિલેશનશિપ તેમજ 3 વર્ષના લગ્નજીવન બાદ અમે પેરેન્ટહૂડની જર્ની તરફ આગળ વધવાનું નક્કી કર્યું હતું’, તેણે ઉમેર્યું હતું ‘આ ઈન્ડસ્ટ્રીને મેં 16 વર્ષ આપ્યા છે, મેં કેટલાક પડકારોનો પણ સામનો કર્યો છે. પરંતુ અદ્દભુત અને સપોર્ટિવ પરિવાર મેળવવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું’.

ઉત્તરાખંડમાં પતિ અને દીકરી સાથે ફરી રહી છે અનુષ્કા, નૈનીતાલના જાણીતા આશ્રમની લીધી મુલાકાત

37મા બર્થ ડે પર પ્રેગ્નેન્સીની જાહેરાત
પ્રેગ્નેન્સીની જાહેરાત કરી ત્યારથી ખુશી શાહ પર પ્રેમનો વરસાદ થઈ રહ્યો છે. તે અંગે એક્ટ્રેસે કહ્યું હતું ‘આ ન્યૂઝ આપવામાં મને સમય લાગ્યો પરંતુ મને હવે ઘણો પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે. મેં જાહેરાત લેવાનું બંધ કર્યું હતું અને મારે ઘણા પ્રોજેક્ટ જતા કરવા પડ્યા હતા, જેનાથી મારી આસપાસના લોકોને આશ્ચર્ય થયું હતું. તેથી, મારા 37મા બર્થ ડે પર પ્રેગ્નેન્સી જાહેર કરવાનું નક્કી કર્યું અને મને લાગે છે કે તે યોગ્ય નિર્ણય હતો’.

ડિલિવરી બાદ લેશે શોર્ટ બ્રેક
વર્ક-લાઈફને કેવી રીતે બેલેન્સ કરીશ તેના જવાબમાં તેણે કહ્યું હતું ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેવી જગ્યા છે જ્યાં તમે ગમે તે ઉંમરે કમબેક અને ફરીથી કામ કરી શકો છો. માર્ચ 2023 સુધી બ્રેક લેવાનું મારું પ્લાનિંગ છે, ત્યારબાદ ફરી પ્રોજેક્ટ હાથમાં લઈશ’.

Read Latest Entertainment News And Gujarati News



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *