કપિલ દેવેએ એક ટીવી કાર્યક્રમમાં કહ્યું કે, ‘આપણે આવી દુર્ઘટનાઓને ટાળી શકીએ છીએ. આવા વિશેષ ખેલાડીઓએ વધારે સતર્ક રહેવાની જરૂર છે. જ્યારે હું એક ઉભરતો ક્રિકેટર હતો, તો મને બાઈક અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. એ દિવસ પછી મારા ભાઈએ મને બાઈક અડવા પણ દીધી ન હતી. હું બસ ભગવાનનો આભારી છું કે, રિષભ પંત સુરક્ષિત છે.’
કપિલે કહ્યું કે, ‘ખેલાડીઓએ સાવધાની રાખવી જોઈએ. તેમણે જાતે કાર ચલાવવાની જરૂર નથી. તે સરળતાથી એક ડ્રાઈવરનો ખર્ચ ઉઠાવી શકે છે. હું સમજું છું કે, કોઈને આવા કામ કરવાનું ઝનૂન હોય છે, પરંતુ તમારી જવાબદારીઓ પણ હોય છે. તમારે પોતે જ તમારું ધ્યાન રાખવું પડશે.’
પંતને ઘૂંટણ અને એડીમાં ગંભીર ઈજાના કારણે ઓછામાં ઓછા છ મહિના માટે રમી શકશે નહીં. તેની ઈજા પર બીસીસીઆઈ નજર રાખી રહ્યું છે.
કાર એક્સીડન્ટ પહેલા રિષભ પંત બાંગ્લાદેશ પ્રવાસ પર ટેસ્ટ સીરિઝમાં શાનદાર રમત બતાવી હતી. જોકે, તેમ છતાં તેને શ્રીલંકા સામે ઘરમાં રમાયેલી વન-ડે અને ટી20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ નહોંતો કરાયો. રિપોર્ટ મુજબ કહેવાઈ રહ્યું હતું કે, પંતને ઘૂંટણમાં ઈજા થઈ છે, જેના માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ માટે જાશે. જોકે, એ પહેલા તેનો એક્સીડન્ટ થઈ ગયો.