Kane Williamson, પહેલી જીત બાદ Gujarat Titansને મોટો ઝટકો, IPL 2023ની આખી સીઝનમાં નહીં રમી શકે Kane Williamson! - kane williamson knee injury might cut short his ipl 2023 journey with gujarat titans

Kane Williamson, પહેલી જીત બાદ Gujarat Titansને મોટો ઝટકો, IPL 2023ની આખી સીઝનમાં નહીં રમી શકે Kane Williamson! – kane williamson knee injury might cut short his ipl 2023 journey with gujarat titans


IPL 2023 શરૂ થતાં પહેલા જ કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે આખી સીઝન માટે તો કેટલાક પ્લેયર્સ શરૂઆતની કેટલીક મેચોમાંથી બહાર થયા છે. ઋષભ પંત, જસપ્રીત બુમરાહ, શ્રેયસ અય્યર, જેની બેયરસ્ટો જેવા સ્ટાર ખેલાડીઓના નામ આ લિસ્ટમાં સામેલ છે. આ યાદી અટકવાનું નામ જ નથી લઈ રહી. આઈપીએલ 2023ની પહેલી જ મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સને હરાવીને (CSK vs GT) વિજેતા બનેલી ટીમ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans)ને ઝટકો લાગે તેવા અહેવાલ આવ્યા છે. ન્યૂઝીલેન્ડનો સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસન (Kane Williamsan) ગુજરાતની ટીમ તરફથી રમે છે પરંતુ શુક્રવારની મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ તે આખી સીઝન માટે બહાર થયો છે.

હાર્દિક પંડ્યાએ ધોની સાથે કેમ હાથ ન મિલાવ્યો! ટ્રોફી મૂકી ઈગ્નોર કરતા ફેન્સ નારાજ

કેન વિલિયમસન બહાર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત ટાઈટન્સ અને ન્યૂઝીલેન્ડના અનુભવી ખેલાડી કેન વિલિયમસન ઈજાગ્રસ્ત થયો હોવાના કારણે IPL 2023માંથી બહાર થયો છે. જણાવી દઈએ કે, ચેન્નાઈ સામે ફિલ્ડિંગ કરતી વખતે વિલિયમસનને ઘૂંટણમાં ઈજા થઈ હતી. જેના કારણે તે બીજી ઈનિંગ્સમાં બેટિંગ માટે નહોતો આવી શક્યો. તેના સ્થાને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સાઈ સુદર્શનને ટીમમાં લેવામાં આવ્યો હતો. કેન વિલિયમસનનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું ગુજરાત ટાઈટન્સ માટે મોટો ઝટકો છે કારણકે તે એક મેચ વિનર ખેલાડી છે અને પોતાના બળે ગમે ત્યારે બાજી પલટી શકે છે. તે ઝડપથી રન ફટકારે છે અને સ્ટ્રાઈક રેટને રોટેટ કરવાનું પણ જાણે છે. જો મીડિયાના અહેવાલો સાચો ઠર્યા તો ગુજરાત ટાઈટન્સના ફેન્સ નિરાશ થઈ શકે છે.

Kane Williamson, પહેલી જીત બાદ Gujarat Titansને મોટો ઝટકો, IPL 2023ની આખી સીઝનમાં નહીં રમી શકે Kane Williamson! - kane williamson knee injury might cut short his ipl 2023 journey with gujarat titansCSK હારી જતા કેપ્ટન કૂલ ધોની થયો ગુસ્સાથી લાલચોળ! આ ખેલાડીને લઈ કહી દીધી મોટી વાત

ગુજરાતે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો

કેન વિલિયમસનને ગત સીઝન પછી હૈદરાબાદે રિલીઝ કર્યો હતો. જેથી આઈપીએલ 2023 માટે કેનને પોતાનું નામ મિનિ ઓક્શનમાં આપ્યું હતું. ઓક્શન દરમિયાન ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેનને ગુજરાતે રૂપિયા બે કરોડમાં ખરીદ્યો હતો. તેના આઈપીએલ કરિયરની વાત કરીએ તો, 77 મેચમાં તેણે 36.22ની રનરેટથી બેટિંગ કરીને 2101 રન બનાવ્યા છે જેમાં 18 અડધી સદ ફટકારી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *