હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
જોની બેયરસ્ટો બન્યો પિતા
જોની બેયરસ્ટોએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરની સ્ટોરીમાં એક તસવીર શેર કરી હતી. આ સાથે લખ્યું હતું ‘આપની સાથે આ ખબર વહેંચતા આનંદ થઈ રહ્યો છે કે હું અને મારી ગર્લફ્રેન્ડ એડવર્ડ બેયરસ્ટોના માતા-પિતા બન્યા છે. આગળનો સમય અદ્દભુત રહેવાનો છે. તેઓ બંને સ્વસ્થ છે’. જણાવી દઈએ કે, ક્રિકેટરના ઘરે દીકરાનો જન્મ થયો છે. તેણે જે તસવીર શેર કરી હતી, તેમાં તે પાર્કની ખુલ્લા પાર્ટમાં લટાર મારતો જોવા મળ્યો. તેણે ટીશર્ટ અને શોટ્સની સાથે જેકેટ પહેર્યું હતું. તેના હાથમાં સ્ટ્રોલર હતું, જેમાં દીકરાને રાખ્યો હતો. તે પિતા બનતા ક્રિકેટની દુનિયાના મિત્રો તેમજ ફેન્સે અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય બાળકની સુખાકારીની પ્રાર્થના કરી હતી.
સારાને છોડી આ કોની સાથે ‘રોમેન્ટિક’ ડેટ પર ગયો શુભમન? ઈન્સ્ટાગ્રામ પર છે ખૂબ જ ફેમસ
IPL 2023માંથી બહાર થયો હતો જોની
જોની બેયરસ્ટો ઓસ્ટ્રેલિયા સામે કમબેક કરવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે, એશિઝ સીરિઝ (ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની સીરિઝ) 16 જૂનથી શરૂ થશે. જોની આ સીરિઝ માટે ઈંગ્લેન્ડની ટીમનો ભાગ છે. જણાવી દઈએ કે, જોની આઈપીએલમાં પંજાબનો ભાગ છે. પરંતુ ઈજાના કારણે આ સીઝનમાં રમી શક્યો નહોતો. સપ્ટેમ્બર 2022માં તે ગોલ્ફ રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. તે પડી ગયો હતો અને તેના કારણે લિગામેન્ટ ફાટી ગયું હતું. તેના ડાબા પગમાં ધાતુની પ્લેટ નાખવામાં આવી છે. જેમાંથી તે હજી સુધી બહાર આવ્યો નથી. તેથી તે આઈપીએલમાંથી બહાર રહ્યો હતો.
માર્નસ લાબુશેન ચાલુ મેચમાં ઊંઘી ગયો, સિરાજે તેની ઊંઘ બગાડી; ફરજિયાત બેટિંગ કરવા આવવું પડ્યું
ક્યારેય નહીં ચાલી શકે જોની
ઈજામાંથી રિકવર થયા બાદ આપેલા એક ઈન્ટરવ્યૂમાં જોની બેયરસ્ટોએ કહ્યું હતું કે, આ અકસ્માત બાદ તેના મનમાં ભય પેસી ગયો હતો કે તે ક્યારેય ચાલી નહીં શકે. ‘મને ડર હતો કે હું ફરીથી ક્યારેય ચાલી નહું શકું, જોગિંગ નહીં કરી શકું, દોડી નહીં શકું અને સૌથી મહત્વનું તો ક્રિકેટ નહીં રમી શકું. આ વાતો મારા મગજમાં સતત ચાલતી રહેતી હતી. તમે આ વિશે કેટલા સમય સુધી વિચારો છો તેના પર નિર્ભર છે. જ્યાં સુધી તમે પોતાના પગ પર ઊભા નથી થતાં ત્યાં સુધી આવા વિચારો આવતા રહે છે’, તેમ તેણે ઉમેર્યું હતું.
Read latest Cricket News and Gujarati News