joe root16

joe root, જો રૂટે ટેસ્ટમાં બનાવ્યો મહારેકોર્ડ, આવી સિદ્ધિ મેળવનારો વિશ્વનો ફક્ત ત્રીજો ક્રિકેટર બન્યો – joe root becomes only third cricketer who register 10000 wickets and 50 test wickets


Edited by Chintan Rami | I am Gujarat | Updated: 12 Dec 2022, 10:01 pm

Pakistan vs England 2nd Test 2022: ઈંગ્લેન્ડે પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખતા પાકિસ્તાન સામે બીજી ટેસ્ટ ક્રિકેટ મેચ જીતી લીધી છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની બીજી ટેસ્ટ અત્યંત રોમાંચક રહી હતી. જેમાં ઈંગ્લેન્ડે 26 રને વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ ઈંગ્લેન્ડે ત્રણ મેચની સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.

 

હાઈલાઈટ્સ:

  • પાકિસ્તાન વિરુદ્ધ બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઈંગ્લેન્ડના સ્ટાર બેટર જો રૂટે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે
  • જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં 10,000 કે તેથી વધુ રન નોંધાવવા ઉપરાંત 50 કે તેથી વધુ વિકેટ ઝડપનારો ફક્ત ત્રીજો ખેલાડી બન્યો છે
  • ઈંગ્લેન્ડે પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખતા પાકિસ્તાન સામે બીજી ટેસ્ટ ક્રિકેટ મેચ જીતી લીધી છે
પાકિસ્તાન વિરુદ્ધ બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઈંગ્લેન્ડના સ્ટાર બેટર જો રૂટે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પાકિસ્તાન વિરુદ્ધ બીજી ટેસ્ટના બીજા દાવમાં જો રૂટે પાકિસ્તાની બેટર ફહીમ અશરફને આઉટ કર્યો હતો. આ સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં 50 રન વિકેટ પૂરી કરી હતી. એટલું જ નહીં આ વિકેટ દ્વારા તેણે ક્રિકેટ ઈતિહાસમાં એક અનોખી રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં 10,000 કે તેથી વધુ રન નોંધાવવા ઉપરાંત 50 કે તેથી વધુ વિકેટ ઝડપનારો ફક્ત ત્રીજો ખેલાડી બન્યો છે.

જો રૂટ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ ફક્ત બે જ ખેલાડીઓ નોંધાવી શક્યા છે. રૂટ પહેલા સાઉથ આફ્રિકાના જેક્સ કાલિસ અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વોએ આ સિદ્ધિ નોંધાવી છે. સાઉથ આફ્રિકાના લિજેન્ડરી ઓલરાઉન્ડર જેક્સ કાલિસે ટેસ્ટમાં 13,289 રન નોંધાવવાની સાથે 292 વિકેટ ઝડપી છે. જ્યારે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ સ્ટીવ વોએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 10,927 રન નોંધાવવાની સાથે 92 વિકેટ ખેરવી છે. જો રૂટે ટેસ્ટમાં 10,629 રન નોંધાવ્યા છે અને 50 વિકેટ ઝડપી છે. વર્તમાન ખેલાડીઓમાં આ સિદ્ધિ નોંધાવનારો જો રૂટ એકમાત્ર ક્રિકેટર છે.

પાકિસ્તાન સામે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો 26 રને રોમાંચક વિરૂદ્ધ
ઈંગ્લેન્ડે પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખતા પાકિસ્તાન સામે બીજી ટેસ્ટ ક્રિકેટ મેચ જીતી લીધી છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની બીજી ટેસ્ટ અત્યંત રોમાંચક રહી હતી. જેમાં ઈંગ્લેન્ડે 26 રને વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ ઈંગ્લેન્ડે ત્રણ મેચની સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે 22 વર્ષ બાદ પાકિસ્તાની ધરતી પર ટેસ્ટ સીરિઝ જીતવાની સિદ્ધિ નોંધાવી છે. આ પહેલા ટીમે 2000-2001માં પાકિસ્તાની ધરતી પર 1-0થી ટેસ્ટ સીરિઝ જીતી હતી. તે સમયે ટીમનો સુકાની નાસિર હુસૈન હતો જ્યારે આ વખતે બેન સ્ટોક્સની આગેવાનીમાં ઈંગ્લેન્ડે આ કમાલ કરી છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે અંતિમ ટેસ્ટ 17 ડિસેમ્બરે કરાચીમાં રમાશે.

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *