jaydev unadkat hat trick, રણજી ટ્રોફીમાં ગર્જ્યો સૌરાષ્ટ્રનો સાવજ જયદેવ ઉનડકટ, રચી દીધો મોટો ઈતિહાસ - saurashtra bowler jaydev unadkat becomes first bowler to pick first over hat trick in ranji trophy

jaydev unadkat hat trick, રણજી ટ્રોફીમાં ગર્જ્યો સૌરાષ્ટ્રનો સાવજ જયદેવ ઉનડકટ, રચી દીધો મોટો ઈતિહાસ – saurashtra bowler jaydev unadkat becomes first bowler to pick first over hat trick in ranji trophy


સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમનો સ્ટાર ઝડપી બોલર જયદેવ ઉનડકટે રણજી ટ્રોફીના ઈતિહાસમાં એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હાલમાં રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રણજી ટ્રોફી મુકાબલો રમાઈ રહ્યો છે. મંગળવારે દિલ્હીની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. તેના 11 બેટર્સમાંથી છ બેટર્સ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. દિલ્હીની ટીમ 133 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે 12 ઓવરમાં 39 રન આપીને કુલ આઠ વિકેટ ઝડપી હતી. જયદેવ ઉનડકટે મેચની પ્રથમ ઓવરમાં જ હેર્ટિક ઝડપી હતી. આ સાથે જ રણજી ટ્રોફીમાં પ્રથમ ઓવરમાં હેટ્રિક ઝડપનારો તે પ્રથમ બોલર બની ગયો છે.

દિલ્હીના સુકાનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પરંતુ જયદેવ ઉનડકટ પ્રથમ ઓવરથી જ ત્રાટક્યો હતો અને દિલ્હીના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી દીધો હતો. જયદેવ ઉનડકટે ઓવરના ત્રીજા બોલ પર ધ્રુવ શૌરીને આઉટ કરીને શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે વૈભવ રાવલને આઉટ કર્યો હતો. જ્યારે યશ ધુલ તેનો સળંગ ત્રીજો શિકાર બન્યોય હતો.

જોકે, ઉનડકટનો તરખાટ અહીં અટક્યો ન હતો. તેણે દિલ્હીની ટીમ પર દબાણ બનાવ્યું હતું અને બાદમાં જોન્ટી સિદ્ધુ, લલિત યાદવ, લક્ષ્ય થરેજા, શિવાંક વશિષ્ટ અને કુલદીપ યાદવની વિકેટ પણ ઝડપી હતી. જયદેવ ઉનડકટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને દિલ્હીને સસ્તામાં પેવેલિયન ભેગું કરી દીધું હતું. ઉનડકટનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 41 રન આપીને સાત વિકેટનું હતું.

નોંધનીય છે કે ઉનડકટે તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાં કમબેક કર્યું છે. તેણે 12 વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં કમબેક કર્યું હતું. 31 વર્ષીય જયદેવ ઉનડકટે તેની પ્રથમ અને એકમાત્ર ટેસ્ટ મેચ 2010માં રમી હતી. ત્યારે ટીમમાં સચિન તેંડુલકર અને વર્તમાનમાં ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓ રમી રહ્યા હતા. તેણે બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ મેચ દ્વારા કમબેક કર્યું ત્યારે દ્રવિડ કોચ તરીકે ટીમ સાથે જોડાયેલો હતો. આ ટેસ્ટમાં ઉનડકટે ત્રણ વિકેટ ઝડપી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *