6 ડિસેમ્બર 1993ના રોજ જન્મેલા જસપ્રિત બુમરાહે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 35 રન બનાવ્યા હતા. જે ટેસ્ટ ઈતિહાસની સૌથી વધુ રન આપનારી ઓવર છે. ખરેખરમાં આ ઓવરમાં બુમરાહના બેટમાંથી 29 રન આવ્યા હતા, જ્યારે 6 રન વધારાના હતા. બુમરાહ દરેક બોલ પર શોટ રમી રહ્યો હતો અને તેના બેટથી બ્રોડને યુવરાજ સિંહનું જોરદાર ફોર્મ બતાવી રહ્યો હતો.
યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપમાં 6 સિક્સર ફટકારી હતી
ભારતીય ટીમના વર્લ્ડ કપ વિજેતા ઓલરાઉન્ડર યુવરાજે 2007ની T20 વર્લ્ડ કપમાં બ્રોડની એક ઓવરમાં જબરદસ્ત રનનો વરસાદ કર્યો હતો. તેણે એક ઓવરમાં સતત 6 છગ્ગા ફટકારીને 36 રન બનાવ્યા હતા. આ પછી બ્રોડની પ્રતિક્રિયા જોવા જેવી હતી. એજબેસ્ટન ટેસ્ટમાં પણ આવી જ પ્રતિક્રિયા જોવા મળી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
આ રીતે 6 બોલમાં 35 રન બનાવ્યા હતા
ભારતીય બેટિંગની 84મી ઓવર માટે આવેલા બ્રોડનું બુમરાહે ચોગ્ગા સાથે સ્વાગત કર્યું હતું. બ્રોડે બીજો ઝડપી બાઉન્સર ફેંક્યો જે વિકેટ-કીપરની ઉપર ગયો અને અમ્પાયરે તેને વાઈડ ઠરાવ્યો અને ત્યારે ચોગ્ગા આવ્યો હતો, જેથી ટીમને પાંચ રન મળ્યા હતા. બ્રોડ બીજા બોલને પૂરો કરવા માટે ફરી દોડ્યો પરંતુ બુમરાહે તેને સિક્સર ફટકારી હતી. અમ્પાયરે આ બોલને નો બોલ આપ્યો હતો. આ રીતે ટીમને કુલ 7 રન મળ્યા હતા. આ પછી બુમરાહે બે ચોગ્ગા અને પછી સિક્સર ફટકારી હતી. છેલ્લા બોલ પર તે માત્ર એક રન લઈ શક્યો હતો. આ રીતે બુમરાહે બ્રોડની આ ઓવર ટેસ્ટ ક્રિકેટની સૌથી વધુ રન આપનારી ઓવર બનાવી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી
- જસપ્રીત બુમરાહ, 35 રન, બોલરઃ સ્ટુઅર્ટ બ્રોડ, 2022
- કેશવ મહારાજ, 28 રન, બોલરઃ જો રૂટ, 2020
- જ્યોર્જ બેઈલી, 28 રન, બોલરઃ જેમ્સ એન્ડરસન, 2013
- બ્રાયન લારા, 28 રન, બોલરઃ આર પીટરસન, 2003