itercontinental cup, Intercontinental Cup: ભારતીય ફૂટબોલ ટીમે બીજી વખત જીત્યો ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ, લેબેનોનને ફાઈનલમાં 2-0થી હરાવ્યું - indian football team win intercontinental cup by beating lebanon

itercontinental cup, Intercontinental Cup: ભારતીય ફૂટબોલ ટીમે બીજી વખત જીત્યો ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ, લેબેનોનને ફાઈનલમાં 2-0થી હરાવ્યું – indian football team win intercontinental cup by beating lebanon


નવી દિલ્હીઃ કેપ્ટન સુનીલ છેત્રી અને લલ્લિંજુઆલા છાંગતેના ગોલના દમ પર ભારતીય ફૂટબોલ ટીમે ઈન્ટરકોન્ટિનેન્ટલ કપની ફાઈનલમાં રવિવારે લેબેનોનને 2-0થી હરાવ્યું. મેચના પહેલા હાફમાં કોઈ ગોલ ન થયા બાદ પોતાના કરિયરના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહેલા 38 વર્ષના છેત્રીએ 46મી મિનિટમાં ગોલ કરી ભારતને લીડ અપાવી. આ તેનો 87મો આંતરાષ્ટ્રીય ગોલ છે અને એક્ટિવ ખેલાડીઓમાં સૌથી વધુ આંતરાષ્ટ્રીય ગોલ કર્યા મામલામાં તે ત્રીજા સ્થાને છે.

હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના અપડેટ્સ

આ ગોલમાં મદદગારની ભૂમિકા નિભાવતા છાંગતેએ 66મી મિનિટમાં ટીમની લીડને ડબલ કરવાની સાથે વર્લ્ડ રેન્કિંગમાં 99મા સ્થાને રહેલી ટીમને ચોંકાવી દીધી. વર્લ્ડ રેન્કિંગમાં 101મા સ્થાને રહેલા ભારતે બીજી વખત આ ટૂર્નામેન્ટ પોતાના નામે કરી છે. ભારતીય ટીમ 2018માં તેના શરૂઆતના સત્રની ફાઈનલમાં કીનિયાને હરાવી ચેમ્પિયન બની હતી, જ્યારે કે 2019માં ઉત્તર કોરિયાએ ટ્રોફી જીતી હતી અને ભારત ચોથા એટલે કે છેલ્લા સ્થાને રહ્યું હતું.

બંને ટીમોની પાસે શરૂઆતના હાફમાં લીડ મેળવવાની તક હતી, પરંતુ તે તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી. આ દરમિયાન ભારતે દડાને વધુ સમય સુધી પોતાની પાસે રાખવા પર ધ્યાન આપ્યું, જ્યારે લેબેનોનનો ભાર આક્રમણ પર રહ્યો હતો. લેબેનોનએ ભારતીય ગોલ પોસ્ટ તરફ 7 વખત આક્રમણ કર્યું, જ્યારે દડાને 58 ટકા સમય સુધી પોતાના નિયંત્રણમાં રાખનારી ભારતીય ટીમ ત્રણ વખત જ લેબેનોનના ગોલ પોસ્ટ તરફ આક્રમણ કરી શકી.

હાફ ટાઈમ પછી સૌથી પહેલા છાંગતેએ બોક્સની પાસે દડાને પોતાના નિયંત્રણમાં લઈને છેત્રીને આપ્યો અને ભારતીય કેપ્ટને લેબેનોનના ગોલકીપર અલી સબેહને છેતરવામાં કોઈ ભૂલન કરી. એક ગોલની લીડ પછી ભારતીય ખેલાડીઓએ ઘરેલુ પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવતા છાંગતેના પ્રયાસથી આ લીડને બેગણી કરી દીધી. સબ્સીટ્યૂટ નાઓરેમ મહેશ સિંહએ છેત્રીના પાસ પર ગોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લેબેનોનના ગોલકીપરે દડાને રોકી દીધો. જોકે, ગોલકીપર દડાને નિયંત્રણમાં રાખી ન શક્યો અને તે છટકીને છાંગતે પાસે ગયો અને તેણે દડો ગોલ પોસ્ટમાં નાખી દીધો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *