કેમ થઈ રહ્યો છે સાનિયા મિર્ઝાથી અલગ? ડિવોર્સ અંગે આખરે શોએબ મલિકે તોડ્યું મૌન
ઈશાન કિશનની ધૂંઆધાર બેટિંગ
ઈશાન કિશન મોટી ઈનિંગ્સ રમવાના ઈરાદા સાથે સ્ટેડિયમમાં ઉતર્યો હતો. તેણે 126 બોલમાં બેવડી સદી ફટકારી હતી. તેણે 24 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 131 બોલમાં 210 રન બનાવ્યા. ક્રિસ ગેલે આ કારનાનું 138 બોલમાં કર્યું હતું, આમ તેણે સૌથી ઝડપી બેવડી સદી ફટકારવામાં ગેલને પાછળ છોડી દીધો છે.
ઈશાન કિશને તોડ્યા કેટલાય રેકોર્ડ
24 વર્ષનો ઈશાન કિશ હવે સૌથી યુવાન ડબલ સેન્ચુરિયન થઈ ગયો છે. તેણે બાંગ્લાદેશ સામે સૌથી વધારે રન કરનારો ભારતીય ખેલાડી બન્યો છે, આ પહેલા આ રેકોર્ડ વિરેન્દ્ર સેહવાગના નામ પર હતો, જેણે 2011ના વર્લ્ડ કપમાં મીરપુરના મેદાનમાં 175 રન બનાવ્યા હતા. ઈશાન કિશન પહેલા રોહિત શર્મા સૌથી વધારે ત્રણ વખત ઈન્ટરનેશનલ મેચમાં બેવડી સદી મારી ચૂક્યો છે. રોહિત સિવાય સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, ક્રિસ ગેલ, માર્ટિન ગપ્ટિલ અને ફખર જમાન નામ પર વનડે ક્રિકેટમાં ડબલ સેન્ચુરી છે. ઈશાનની જ્યારે બેવડી સદી પૂરી થઈ તો તેની સાથે ભાગીદારી કરી રહેલો વિરાટ કોહલી આનંદમાં આવી ગયો હતો અને નાચવા લાગ્યો હતો.
ફીફા વર્લ્ડ કપ: આર્જેન્ટીનાના મેસ્સીએ હાથથી બોલ રોક્યો, રેફરીના નિર્ણય પર વિવાદ
ઈશાન કિશન પર અભિનંદનનો વરસાદ
ઈશાન કિશનની બેટિંગ જોઈ ક્રિકેટની દુનિયાના ખેલાડીઓ તેનાથી પ્રભાવિત થયા છે. હાર્દિક પંડ્યાએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવતાં લખ્યું છે. ‘આઉટસ્ટેન્ડિંગ! વેલ ડન ઈશુ. તારા પણ ખૂબ જ ગર્વ છે’, તો વિરેન્દ્ર સહેવાગે લખ્યું છે ‘આ રીત શાનદાર છે, બ્રિલિયન્ટ ઈશાન કિશન. આ જ રીત ટીમ ઈન્ડિયાએ દુનિયાની બાકીની ટીમો સામે જાળવી રાખવી જોઈએ’. પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ લખ્યું છે ‘શું જબરદસ્ત ઈનિંગ્સ હતી. એક યુવાન ખેલાડીએ આવી જ રીતે તક ઝડપવી જોઈએ. શાનદાર ઈશાન કિશન’
ODIમાં વિરાટ કોહલીની 44મી સદી
બાંગ્લાદેશ સામેની મેચમાં વિરાટ કોહલીએ પણ કમાલ કરી. તેણે 91 બોલમાં 113 રન ફટકાર્યા હતા. આ તેની વનડેમાં 44મી સદી છે જ્યારે ઓગસ્ટ 2019 બાદ તેણે આ ફોર્મેટમાં પહેલી સેન્ચુરી મારી છે.