ipl auction 2023, IPL હરાજીઃ ઈંગ્લેન્ડના ક્રિકેટર્સ થયા માલા-માલ, 10 ટીમોએ 167 કરોડ રૂપિયા ખર્ચી 80 ખેલાડીઓ ખરીદ્યા - ipl auction 2023 curran becomes most expensive buy ever 10 teams spent 167 crore rupees on 80 players

ipl auction 2023, IPL હરાજીઃ ઈંગ્લેન્ડના ક્રિકેટર્સ થયા માલા-માલ, 10 ટીમોએ 167 કરોડ રૂપિયા ખર્ચી 80 ખેલાડીઓ ખરીદ્યા – ipl auction 2023 curran becomes most expensive buy ever 10 teams spent 167 crore rupees on 80 players


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની આગામી સિઝન માટે શુક્રવારે કોચીમાં મિનિ ઓક્શન યોજાયું હતું. આ હરાજીમાં 10 ટીમો વચ્ચે 87 ખેલાડીઓની ખરીદી કરવાની હતી જેના માટે 405 ખેલાડીઓ હરાજીમાં ઉપલબ્ધ હતા. શુક્રવારની હરાજીમાં ટીમોએ 167 કરોડ રૂપિયા ખર્ચીને કુલ 80 ખેલાડીઓની ખરીદી કરી હતી. જેમાં 29 વિદેશી અને 10 ભારતીય ખેલાડીઓ સામેલ છે. આ હરાજીમાં ત્રણ ઈંગ્લિશ ખેલાડીઓ માલા-માલ બની ગયા છે. જેમાં ઓલ-રાઉન્ડર સેમ કરન આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો જ્યારે બેન સ્ટોક્સ અને હેરી બ્રૂકને પણ જેકપોટ લાગ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો કેમેરોન ગ્રીન આઈપીએલના ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો. શુક્રવારની હરાજીમાં ટોચના પાંચ મોંઘા ખેલાડીઓમાંથી ત્રણ ખેલાડીઓ ઈંગ્લેન્ડના છે. ટીમોએ મોટા ભાગે ઓલ-રાઉન્ડરની ખરીદી પર વધારે રૂપિયા ખર્ચ્યા હતા.

હરાજીમાં ટોપ-5 સૌથી મોંઘા ખેલાડી
ઈંગ્લેન્ડના સેમ કરનને પંજાબ કિંગ્સે 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે ઓસ્ટ્રેલિયાના કેમેરોન ગ્રીન માટે 17.5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. બેન સ્ટોક્સને ચેન્નઈ સુપર કિંગ્સે 16.25 કરોડ રૂપિયા ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર બેટર નિકોલસ પૂરન માટે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે 16 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ઈંગ્લેન્ડના અન્ય એક ખેલાડી હેરી બ્રૂકને સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે 13.25 કરોડ ખર્ચીને પોતાની સાથે જોડ્યો હતો. કરન, ગ્રીન, સ્ટોક્સ અને પૂરનની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી જ્યારે બ્રૂકની બેસ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા હતી.

ચેન્નઈ સુપર કિંગ્સે સાત ખેલાડીઓ ખરીદ્યા
ચેન્નઈ સુપર કિંગ્સે સાત ખેલાડીઓ ખરીદ્યા હતા. જેમાં બેન સ્ટોક્સ અને કાયલે જેમિસન વિદેશી ખેલાડી હતા. સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો જ્યારે જેમિસનને 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ભારતીય ખેલાડીઓમાં નિશાંત સિંધુને 60 લાખ, અજિંક્ય રહાણેને 50 લાખ, ભગત વર્માને 20 લાખ, અજય મંડલને 20 લાખ અને શેખ રશિદને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

દિલ્હી કેપિટલ્સે પાંચ ખેલાડી પાછળ 15 કરોડ રૂપિયા ખર્ચ્યા
દિલ્હી કેપિટલ્સે બે વિદેશી અને ત્રણ ભારતીય ખેલાડીઓની ખરીદી માટે 15 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. દિલ્હીએ મુકેશ કુમારને 5.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે રિલી રોસો 4.6 કરોડ, મનિષ પાંડેને 2.4 કરોડ, ફિલ સોલ્ટને 2 કરોડ અને ઈશાન્ત શર્માને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

ગુજરાત ટાઈટન્સની સૌથી મોટી ખરીદી શિવમ માવિ રહ્યો
વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સે સાત ખેલાડીઓની ખરીદી કરી હતી જેમાં શિવમ માવિ પાછળ 6 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. વિદેશી ખેલાડીમાં જોશુઆ લિટલને 4.4 કરોડ, કેન વિલિયમ્સનને 2 કરોડ અને ઓડેન સ્મિથને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે કે.એસ ભરતને 1.2 કરોડ, મોહિત શર્માને 50 લાખ અને ઉર્વિલ પટેલને 20 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદે મયંક અગ્રવાલ માટે 8.25 કરોડ ખર્ચ્યા
સનરાઈઝર્સ હૈદરાબાદે ભારતના સ્ટાર બેટર મયંક અગ્રવાલને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને આ હરાજીમાં સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડના હેરી બ્રુક માટે હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ ઉપરાંત હેનરિક ક્લાસેનને 5.2 કરોડ, વિવરાંત શર્માને 2.6 કરોડ, આદિલ રાશિદને 2 કરોડ, મયંક ડાગરને 1.8 કરોડ, અકીલ હુસૈનને 1 કરોડ, મયંક માર્કન્ડેને 50 લાખ, ઉપેન્દ્ર સિંહ યાદવને 25 લાખ, અનમોલપ્રીત સિંહને 20 લાખ, સમર્થ વ્યાસને 20 લાખ, સનવીર સિંહને 20 લાખ અને નિશિત રેડ્ડીને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સે 8 ખેલાડીઓ માટે ફક્ત 5.4 કરોડ રૂપિયા ખર્ચ્યા
કોલકાતાએ ત્રણ વિદેશી ખેલાડીઓ ખરીદ્યા હતા. જેમાં સૌથી વધુ રૂપિયા સાકિબ અલ હસન પાછળ ખર્ચ્યા હતા. કોલકાતાએ સાકિબ અલ હસનને 1.5 કરોડ અને ડેવિડ વિસીને 1 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે લિટન દાસને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ભારતીય ખેલાડીઓમાં એન.જગદીશનને 90 લાખ, વૈભવ અરોરાને 60 લાખ, મનદીપ સિંહને 50 લાખ, કુલવંત ખેજરોલિયાને 20 લાખ અને સુયશ શર્માને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

લખનૌ સુપર જાયન્ટે સૌથી વધુ 10 ખેલાડીઓ ખરીદ્યા
લખનૌ સુપર જાયન્ટે ચાર વિદેશી ખેલાડીઓ સહિત 10 ખેલાડીઓની ખરીદી કરી હતી. જેમાં સૌથી વધુ રૂપિયા વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરન માટે ખર્ચ્યા હતા. નિકોલસ પૂરનને 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે ડેનિયલ સેમ્સને 75 લાખ, રોમારિયો શેફર્ડને 50 લાખ અને નવીન ઉલ હકને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ભારતીય ખેલાડીઓમાં અમિત મિશ્રાને 50 લાખ, જયદેવ ઉનડકટ 50 લાખ, યશ ઠાકુરને 45 લાખ, સ્વપ્નિલ સિંહને 20 લાખ, યુધવિર ચરકને 20 લાખ અને પ્રેરક માંકડને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે કેમેરોન ગ્રીનને બીજો સૌથી મોંઘો ખેલાડી બનાવ્યો
મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી ખરીદી ઓસ્ટ્રેલિયાનો કેમેરોન ગ્રીન રહ્યો હતો. મુંબઈએ તેને 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તે આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. અન્ય વિદેશી ખેલાડીઓમાં જ્યે રિચાર્ડસનને 1.50 કરોડ અને ડુઆન જેનસેનને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ભારતીય ખેલાડીઓમાં પિયુષ ચાવલાને 50 લાખ, નેહલ વાઢેરાને 20 લાખ, રાઘવ ગોયલને 20 લાખ, વિષ્ણુ વિનોદને 20 લાખ અને શેમ્સ મુલાનીને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

પંજાબ કિંગ્સે સેમ કરનને સૌથી મોંઘો ખેલાડી બનાવ્યો
પંજાબ કિંગ્સે ઈંગ્લેન્ડના ઓલ-રાઉન્ડર સેમ કરનને 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તે આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો. ઝિમ્બાબ્વેના સિકંદર રઝાને પંજાબે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ભારતીય ખેલાડીઓમાં હરપ્રીત ભાટિયાને 40 લાખ, શિવમ સિંહને 20 લાખ, વિદ્વત કાવિરપ્પાને 20 લાખ અને મોહિત રાઠીને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

રાજસ્થાન રોયલ્સે નવ ખેલાડીઓની ખરીદી કરી
રાજસ્થાન રોયલ્સે નવ ખેલાડીઓ ખરીદ્યા હતા જેમાંથી ચાર વિદેશી અને પાંચ ભારતીય ખેલાડીઓ છે. વિદેશી ખેલાડીઓમાં જેસન હોલ્ડરને 5.75 કરોડ, એડમ ઝામ્પાને 1.5 કરોડ, જો રૂટને 1 કરોડ અને ડોનોવન ફેરેરાને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ભારતીય ખેલાડીઓમાં કે.એમ આસિફને 30 લાખ, અબ્દુલ પી એને 20 લાખ, આકાશ વશિષ્ટને 20 લાખ, કુનાલ રાઠોડને 20 લાખ અને મુરૂગન અશ્વિનને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

ટોપ-10 ખેલાડીઓ જેને કોઈએ ના ખરીદ્યા
ટોચના 10 એવા ખેલાડીઓ છે જેને કોઈ ટીમે ખરીદ્યા ન હતા. જે તમામ વિદેશી ખેલાડી છે. જેમાં ટોમ બેન્ટન, રાસિ વાન ડેર ડુસેન, ટ્રેવિસ હેડ, જિમ્મી નિશમ, જેમી ઓવરટન, ક્રિસ જોર્ડન, એડમ મિલ્ને, શેરફન રૂધરફોર્ડ, ડેવિડ મલાન અને રિલી મેરેડિથનો સમાવેશ થાય છે. જેમાં રૂધરફોર્ડ, ડેવિડ મલાન અને મેરેડિથની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા હતી જ્યારે બાકીના ખેલાડીઓની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *