કોહલી, ગંભીર અને નવીન માટે આ રીતે નક્કી થઈ દંડની રકમ
આઈપીએલ આચાર સંહિતા અનુસાર, ગુનાના લેવલ પર દંડ નક્કી કરવામાં આવે છે. મેચ રેફરીએ ઓન-ફીલ્ડ એમ્પાયરો સાથે વાત કર્યા બાદ કોહલી અને ગંભીરને આઈપીએલ આચાર સંહિતની કલમ 2.21નું ઉલ્લંઘન માન્યું. આઈપીએલ રમવાની શરત આગળ કહે છે કે ‘રિપોર્ટ કરનારી વ્યક્તિ તે નક્કી કરશે કે આચરણની ગંભીરતાની સીમા કઈ છે. આ મામલે મેચ રેફરી અને એમ્પાયરોએ નક્કી કર્યું છે કે, કોહલી અને ગંભીરનું ઉલ્લંઘન લેવલ 2 અંતર્ગત છે. તેથી, તેના પર મેચ ફીના 100 ટકા દંડ લગાવવામાં આવશે. પેસર નવીન-ઉલ-હક, જે પણ 2.21 હેઠળ ઉલ્લંઘન કરતો જોવા મળ્યો હતો, તેના પર મેચના 50 ટકા દંડ છે, કારણ કે તેણે કરેલો ગુનો લેવલ 1માં માનવામાં આવ્યો છે’.
કોણ દંડ ભરશે તેની સોશિયલ મીડિયા પર ચર્ચા

દંડની રકમ કોણ ભરશે તે અંગે સોશિયલ મીડિયા પર લોકો ઉત્સુકતા દાખવી રહ્યા છે. શું કોહલી, ગંભીર અને નવીન પૈસા આપશે? જો ભરશે તો કેટલા આપવા પડશે? અહીંયા રોચક વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય મેચોથી વિપરીત આઈપીએલની મેચ પૂર્વ નિર્ધારિત નથી. આ અલગ-અલગ મુદ્દા પર આધાર રાખે છે. જેમ કે, ખેલાડીની હરાજીની કિંમત, તેને ટકાવી રાખવાની સ્થિતિમાં તેનું વાસ્તવિક વેતન અને એક સીઝનમાં ફ્રેન્ચાઈઝી તરફથી કેટલી મેચ રમે છેની સંખ્યા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ફેક્ટ્સ

ઉદાહરણ તરીકે, કોહલીને આરસીબીથી 15 કરોડ રૂપિયા મળે છે. જો ગેરેંટીવાળી 14 મેચને (દરેક ફ્રેન્ચાઈઝી એક સીઝનમાં ઓછામાં ઓછી 14 મેચ રમે છે) ધ્યાનમાં રાખીએ તો મેચ ફી લગભગ 1.07 કરોડ રૂપિયા હશે. જો આરસીબી પ્લેઓફ સુધી પહોંચે છે તો રકમ ઓછી હશે, કારણ કે મેચની સંખ્યા વધી જશે.
કોહલી એક પૈસો પણ નહીં આપે

અહીંયા ધ્યાન આપવાની વાત એ છે કે, દંડની જે રકમ છે, કોહલી તેને નહીં ભરે. આરસીબીના એક સૂત્રએ ક્રિકબઝને જણાવ્યું હતું કે, ખેલાડીઓનું કામ રમવાનું છે અને અમે તેમનું સન્માન કરીએ છીએ. એક સારા વાતાવરણના રૂમમાં અમે તેના વેતનમાંથી કપાત કરતા નથી. તેનો અર્થ એ થયો કે, આરસીબી જ કોહલીનો દંડ ભરશે. આ માત્ર કોહલી માટે નથી. ફ્રેન્ચાઈઝી લીગ દરમિયાન પોતાના ખેલાડીઓ માટે દંડ ભરશે.
ગંભીર અને નવીનની સાથે શું થશે?

માત્ર આરસીબી જ નહીં ઘણી ટીમો ખેલાડીઓનું વેતન કાપવાના બદલે પોતે દંડ ભરે છે. જેમાં લખનઉ સુપર જાયન્ટ્સ પણ સામેલ છે, ગંભીર તેનો મેન્ટોર છે અને નવીન ખેલાડી, ત્યારે ટીમ જ તેમની દંડ ભરશે