હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સની મેચ દરમિયાન આ 2 સોન્ગ વગાડવામાં આવ્યા હતા. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા નોંધાયેલી કોપિરાઈટ સોસાયટી રેકોર્ડેડ મ્યૂઝિક પર્ફોર્મેન્સ લિમિટેડ (RMPL)એ 20 મેના દિવસે કોપીરાઈટ ઉલ્લંઘનનો મુદ્દો દાખલ કર્યો હતો. RMPLના સભ્ય શ્રી રામ ઓડિયો એન્ડ ટેલિફિલ્મ આ બે સોન્ગના માલિકી હક ધરાવે છે.
કોપીરાઈટ સોન્ગ વગાડવા મુદ્દે ચર્ચાઓ
એડવોકેટ રોહન લવકુમાર દ્વારા રજૂ કરાયેલી આરએમપીએલે દાવો કર્યો હતો કે જીટીએ 2022થી વાદીના કોપીરાઈટનું ઉલ્લંઘન કર્યું છે.
પિટિશન એવી ચિંતાઓ પર ભાર મૂકે છે કે પ્રતિવાદીઓ સામે યોગ્ય પગલાં લીધા વિના, તેઓ વાદીના કોપીરાઈટનો વ્યવસાયિક લાભ માટે ફાયદો ઉઠાવવાનું ચાલુ રાખશે અને વાદી પાસેથી લાઇસન્સ મેળવવાની તેમની જવાબદારીમાંથી છટકી જશે.
IPL 2023: લખનૌ સુપર જાયન્ટ્સ આઉટ, આકાશ માધવાલે મુંબઈને બીજી ક્વોલિફાયરમાં પહોંચાડ્યું
ગુજરાત ટાઈટન્સના નામનો પણ ઉલ્લેખ
અરજીમાં સૂચિબદ્ધ પ્રતિવાદીઓમાં ડીએનએ એન્ટરટેનમેન્ટ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ, ગુજરાત ટાઇટન્સ, ડીજે અક્કીના સ્પિન ગુરુઝ, BCCI અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)નો સમાવેશ થાય છે. DNA એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડ GT માટે સંગીતમય મનોરંજન અધિકારો ધરાવે છે. જોકે, GTની મોટાભાગની મેચો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થતી હોવાથી અને IPL BCCIના અધિકારક્ષેત્ર હેઠળ છે, તેથી તેઓનું નામ પણ આ કેસમાં પ્રતિવાદી તરીકે સામેલ કરાયું છે.
સુનાવણી દરમિયાન, GT અને DNAનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિવાદીઓના વકીલોએ કેસ માટે વધારાના સમયની વિનંતી કરી હતી. જેના
જવાબમાં, વાદીએ ધ્યાન દોર્યું કે બીજી ક્વાર્ટર ફાઇનલ અને ફાઇનલ મેચો અનુક્રમે 26 મે અને 28 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. જો કેસની સુનાવણી 28 મે પછી થવાની અપેક્ષા છે, તો તે નિરર્થક હશે કારણ કે કોપિરાઇટ ઉલ્લંઘન ચાલુ જ રહેશે.
IPL: રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પોસ્ટથી કર્યો કટાક્ષ, ચેન્નઈની જીત બાદ નવી ટ્વિટથી બબાલ
GTએ ગીતો વગાડવાનું ચાલુ રાખ્યું
આના પરિણામે, પ્રતિવાદીઓએ કોર્ટ સમક્ષ મૌખિક બાંયધરી આપી, ખાતરી આપી કે તેઓ આગામી સેમીફાઇનલ અને ફાઇનલ ગેમ દરમિયાન આ ગીતો વગાડવાનું ટાળવામાં આવશે. વાદીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેઓએ 2022માં ચાંદખેડા પોલીસ સ્ટેશને કોપીરાઈટના ઉલ્લંઘન અંગે લેખિત ફરિયાદ કરી હતી. જોકે, GTએ જરૂરી લાયસન્સ મેળવ્યા વિના જાહેરમાં ગીતો વગાડવાનું ચાલુ રાખ્યું હોવાનો દાવો કરાયો છે.
મેચ દીઠ દોઢ લાખ રૂપિયા ફી ભરવી પડી હોત
તેવામાં જો લાયસન્સ મેળવ્યા બાદ આ 2 ગીતો વગાડવામાં આવ્યા હોત તો વાદીએ મેચ દીઠ 1 લાખ 50 હજાર રૂપિયાની ફી ભરવી પડી હોત. જ્યારે જ્યારે પણ આ ગીતો વાગ્યા હોત એ દરેક મેચમાં આ રકમ ચૂકવવી પડી હોત. આના પરિણામે વાદીએ ટિઅર-1 મેટ્રોપોલિટન શહેરોમાં ઈન્ટરનેશનલ લેવલે રમતગમતના કાર્યક્રમો માટે લાગુ પડતા ટેરિફ દરોના આધારે લાયસન્સ ફી તરીકે કુલ 10.50 લાખ રૂપિયાની માગણી કરી હતી.
Read latest Cricket News and Gujarati News