ભક્તિમાં ડૂબ્યા અનુષ્કા અને વિરાટ, કહ્યું- ‘રાત્રે 3 સુધી જાગવામાં કોઈ રુચિ નથી’
IPLની કેટલીક મેચ નહીં રમે રોહિત શર્મા
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, ટી20 લીગ બાદ ભારતના પેક્ડ શિડ્યૂલને ધ્યાનમાં રાખી વર્લ્ડલોડ મેનેજ કરવા માટે મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. આ વર્ષના શરૂઆતથી જ ટીમ ઈન્ડિયા માટે શિડ્યૂલ વ્યસ્ત રહ્યું છે અને આગામી સમયમાં પણ આ ડ થશે. આઈપીએલ 2023ના ફાઈનલના આશરે એક અઠવાડિયા બાદ લંડનના ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ રમાશે. જે બાદ ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપની શરૂઆત થશે. આ સીઝનમાં કઈ મેચ રમવી છે તે રોહિત શર્મા પસંદ કરશે. જો કે, તે આ દરમિયાન ટીમ સાથે ટ્રાવેલ કરવાનું યથાવત્ રાખશે અને નહીં રમતો હોય ત્યારે પણ સૂર્યકુમારને માર્ગદર્શન આપશે.
IPL ચીયરલીડર્સના જીવનનું કડવું સત્ય, ફક્ત ડાન્સના કારણે જ નથી મળતી નોકરી
વનડે સીરિઝ બાદ રોહિત શર્માનું નિવેદન
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ હાર્યા બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે, આઈપીએલમાં પોતાની ફ્રેન્ચાઈઝી માટે રમતી વખતે નેશનલ ડ્યૂટી માટે પણ ફિટ રહેવા તરફ ધ્યાન આપવું તે ખેલાડીઓ પર નિર્ભર છે. ‘આ ફ્રેન્ચાઈઝી પર છે. તેઓ તેના માલિક છે. અમે ટીમોને કેટલાક સંકેત આપ્યા છે, પરંતુ અંતમાં તો ફ્રેન્ચાઈઝી પર નિર્ભર છે. તેનાથી પણ મહત્વપૂર્ણ આ ખેલાડીઓ પર નિર્ભર છે. તેમણે તેમના બોડીનું ધ્યાન રાખવું જોઈએ. જો તેમને લાગતું હોય કે વધારે થઈ રહ્યું છે, તો તેના વિશે વાત કરી શકીએ છીએ અને તેઓ એક-બે મેચમાંથી બ્રેક પણ લઈ શકે છે’. જણાવી દઈએ કે, જસપ્રીત બુમરાહ તેની ઈજાના કારણે ઘણા સમયથી મેદાનથી દૂર છે તો રવિન્દ્ર જાડેજાએ પણ હાલમાં જ છ મહિના બાદ કમબેક કર્યું છે.
IPLના ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન છે રોહિત શર્મા
જણાવી દઈએ કે, રોહિત શર્મા આઈપીએલના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન છે. તેના નેતૃત્વ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે 2013, 2015, 2017, 2019 અને 2020 એમ પાંચ વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. આ રેકોર્ડ હજી સુધી કોઈ તો઼ડી શક્યું નથી. બીજા નંબરે ચેન્નઈ સુપર કિંગ્સ છે, જે ચાર વખત ચેમ્પિયન બન્યું છે.
Read latest Cricket News and Gujarati News