Indian Premier League 2023: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ આ અંગે બોર્ડની માન્યતા પ્રાપ્ત સ્ટેટ એસોસિયેશનને જાણ કરી દીધી છે. 2020માં કોરોનાના (Covid 19) કારણે આઈપીએલની મેચોને મર્યાદિત સ્ટેડિયમમાં જ રમાડવામાં આવી હતી.IPL 2023માં રમનારી તમામ 10 ટીમો પોતાની ઘરેલુ મેચ પોતાના નક્કી કરેલા સ્ટેડિયમમાં રમશે
હાઈલાઈટ્સ:
- IPL 2023ની સિઝન જુના ફોર્મેટ પ્રમાણે રમાડવામાં આવશે, બોર્ડે આ અંગે સ્ટેટ એસોસિયેશનને જાણ કરી
- તમામ 10 ટીમો ઘરેલુ મેદાન પર અને હરીફ ટીમના મેદાન પર મેચ રમશે
- બોર્ડ આગામી વર્ષે વિમેન્સ આઈપીએલની પ્રથમ સિઝન રમાડે તેવી શક્યતાઓ છે
જ્યારે 2021માં આઈપીએલની મેચો ભારતમાં ચાર શહેરોમાં રમાઈ હતી. જેમાં દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નઈનો સમાવેશ થતો હતો. જોકે, હવે કોરોના નિયંત્રણમાં છે તેથી આ લીગ ઘરેલુ મેદાન અને વિરોધી ટીમના મેદાનમાં રમાશે. ગાંગુલીએ સ્ટેટ એસોસિયેશનને એક સંદેશમાં જણાવ્યું હતું કે, આઈપીએલને આગામી વર્ષથી ઘરેલુ મેદાન અને હરીફ ટીમના મેદાન પર મેચ રમવાના ફોર્મેટમાં રમાડવામાં આવશે. તમામ 10 ટીમો પોતાની ઘરેલુ મેચ પોતાના નક્કી કરેલા સ્ટેડિયમમાં રમશે.
મહિલા આઈપીએલની યોજના બનાવી રહ્યું છે બીસીસીઆઈ
બીસીસીઆઈ વિમેન્સ આઈપીએલ (Women’s IPL) આગામી વર્ષથી શરૂ કરી શકે છે. ગત મહિને આવેલા મીડિયા અહેવાલ પ્રમાણે વિમેન્સ આઈપીએલનું આયોજન સાઉથ આફ્રિકામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ બાદ માર્ચમાં થઈ શકે છે. ગાંગુલીએ 20 સપ્ટેમ્બરે મોકલેલા એક સંદેશમાં કહ્યું હતું કે, બીસીસીઆઈ હજી મહિલા આઈપીએલ પર કામ કરી રહ્યું છે. તેની પ્રથમ સિઝન આગામી વર્ષે રમાઈ શકે છે. મહિલા આઈપીએલ ઉપરાંત બીસીસીઆઈ મહિલાઓ માટે અંડર-15 વન-ડે ટુર્નામેન્ટનું આયોજન પર કરવા જઈ રહ્યું છે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ