IPL 2022 playoff, ગબ્બર ઈઝ બેક! ધવને એક પગ પર રહી મારી સ્વિચ હિટ, અદભૂત શોટ જોઈ બોલર પણ ડઘાઈ ગયો - gabbar is back dhawan stayed on one leg and switch hit a stunning shot that shoked the bowler

IPL 2022 playoff, ગબ્બર ઈઝ બેક! ધવને એક પગ પર રહી મારી સ્વિચ હિટ, અદભૂત શોટ જોઈ બોલર પણ ડઘાઈ ગયો – gabbar is back dhawan stayed on one leg and switch hit a stunning shot that shoked the bowler


દિલ્હીઃ પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ સામે 198 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેને ચેઝ કરવામાં સંજુ સેમસનની ટીમ માત્ર 5 રનથી ચૂકી ગઈ અને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 192 રન કરી શકી હતી. આ મેચમાં શિખર ધવનના સ્વિચ હિટની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પંજાબની જીતમાં એ 6 રને પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ચલો આપણે આ શોટ પર નજર કરીએ.PBKSનો 5 રને વિજય
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ અનુભવી ઓપનર શિખર ધવને આઈપીએલ 2023ની પોતાની બીજી મેચમાં તોફાની બેટિંગ કરી હતી. ગબ્બરે સાબિત કર્યું કે તે હજુ પણ કેટલો શાનદાર બેટર છે અને તે T20 ફોર્મેટ માટે હજુ પણ ફિટ છે. 5 એપ્રિલના દિવસે, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં હાઈ-સ્કોરિંગ મેચ રમાઈ હતી. જેમાં PBKS 5 રનથી જીત મેળવી હતી.

આ મેચમાં પંજાબના કેપ્ટન શિખર ધવનની આક્રમક બેટિંગ રહી હતી. તેણે રાજસ્થાનના બોલરોની રોયલગીરીને વળતો જવાબ આપી દીધો હતો. આ દરમિયાન ધવને એક સ્વીચ હિટ પણ ફટકારી જેણે બધાને ચોંકાવી દીધા હતા.

ધવનની સિક્સર સોશિયલ મીડિયામાં વાઈરલ
પંજાબ કિંગ્સની ઇનિંગ્સની 18મી ઓવર રાજસ્થાન રોયલ્સ તરફથી જેસન હોલ્ડર ફેંકી રહ્યો હતો. પોતાની ઓવરના પાંચમા બોલ પર ધવને એક જોરદાર સિક્સર મારવા માટે સ્વિચ હિટ શોટ રમ્યો હતો. ગબ્બરનો શોટ એટલો અલગ હતો કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તે અન્ય બેટ્સમેનોની જેમ સ્વિચ હિટ કરતો ન હતો. ધવને આ શોટ એક પગ પર ઉભા રહીને રમ્યો હતો. તેના સિક્સનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

શિખરને લયમાં આવ્યા બાદ કોઈ ન રોકી શકે!
રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં ગબ્બરે અણનમ 86 રન બનાવ્યા હતા. આ દરમિયાન ફેન્સને ફરી એકવાર જૂના શિખર ધવનની યાદ આવી ગઈ હતી. આ ધવન તેની તોફાની બેટિંગ માટે જાણીતો હતો. ગબ્બરને શરૂઆતમાં સેટ થવામાં થોડો સમય લાગ્યો હતો. પરંતુ એકવાર તે સેટ થઈ ગયો, પછી તેણે રાજસ્થાન રોયલ્સના બોલરોને હંફાવી દીધા હતા.

ધવને 56 બોલનો સામનો કર્યો અને 153.57ની ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતી વખતે અણનમ 86 રન બનાવ્યા હતા. જેમાં તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જો પંજાબને આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચવું હોય તો શિખર ધવનનું આવી રીતે લયમાં હોવું અત્યંત આવશ્યક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *