50 લાખની બેઝ પ્રાઈસવાળી સ્મૃતિ મંધાનાને પોતાની સાથે જોડવા માટે મુંબઈ ઈન્ડિયન્સે પૂરી તાકાત લગાવી દીધી, પરંતુ આરસીબીએ તેને 3.40 કરોડ રૂપિયામાં ખરીદી. આ રીતે તે મહિલા આઈપીએલમાં વેચાનારી પહેલી કરોડપતિ પ્લેયર બની ગઈ. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેને ખરીદી.
ઈન્જર્ડ છે સ્મૃતિ મંધાના
26 વર્ષની સ્મૃતિ મંધાના ભારતીય ટીમની અનુભવી ઓપનિંગ બેટર છે, પરંતુ ટી-20 મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની પહેલી મેચમાં તે બહાર હતી. મંધાનાને આંગળીમાં ઈજા થઈ છે અને તે હજુ સાજી નથી થઈ. રાહતની વાત એ છે કે, તેને ફ્રેક્ચર નથી, એવામાં વેસ્ટઈન્ડિઝ સામે 15 ફેબ્રુઆરીએ બીજી મેચમાં તે રમે તેવી શક્યતા છે.
ખતરનાક ઓપનર છે સ્મૃતિ
ભારત માટે 112 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં સ્મૃતિ મંધાનાએ 27.33ની સરેરાશથી 2651 રન બનાવ્યા, જેમાં 20 અડધી સદી સામેલ છે. વન-ડે ઈન્ટરનેશનલની વાત કરીએ તો તેના ખાતામાં 77 મેચ છે, જેમં તેણે 42.68ની સરેરાશથી 3073 રન બનાવ્યા છે. સ્મૃતિ ચાર ટેસ્ટ મેચ પણ રમી ચૂકી છે. સ્મૃતિ આ અંદાજથી ખેલતી રહી, તો મહિલા ઈન્ટરનેશનલ ક્રિકેટના ઘણા રેકોર્ડસ પોતાના નામે કરી દેશે. ઓસ્ટ્રેલિયાની વીમેન્સ બિગબેશ લીગમાં તે બ્રિસબેન હિટ તરફથી રમે છે.