ક્રિકેટ પાકિસ્તાન સાથે ચર્ચા વિચારણા કરતા પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનુસે કહ્યું કે અમારા સમયમાં પ્રેશર એટલી મોટી ચિંતાનો વિષય જ નહોતો જેટલો અત્યારે છે. તમે જેટલું ટીમ વિરૂદ્ધ રમો છો તે એટલી જ મોટી ટીમ બની જાય છે. જો ભારત અને પાકિસ્તાનની મેચ હોય તો પ્રેશર ત્રણ ગણુ વધી જાય છે. શરૂઆતના સમયગાળમાં અમે ઘણી મેચ રમતા હતા એટલે અમને એટલું પ્રેશર નહોતું લાગતું પરંતુ અત્યારે લાગી રહ્યું છે.
વકારે કહ્યું કે અમે વર્લ્ડ કપમાં ભારત વિરૂદ્ધ નર્વસ થઈ જઈએ છીએ. છતાં પણ જેવું મેં કહ્યું કે અત્યારે ખેલાડીઓ પર પ્રેશર વધતુ જાય છે તેને કેવી રીતે ટેકલ કરવું એ મોટો પ્રશ્ન છે. અમારી પાસે મેચ વિનર્સ છે જે અમને જિતાડશે.
પાકિસ્તાનનો મેચ વિનર કોણ હશે?
પાકિસ્તાનની ટીમ એશિયા કપ કે આઈસીસી ઈવેન્ટ્સમાં જ પાકિસ્તાન સામે રમે છે. વકાર યુનિસ, જેણે 2003 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરી હતી, તેણે સ્વીકાર્યું કે બાબરની આગેવાની હેઠળની ટીમે પ્રેશરને નિયંત્રિત કરવામાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે ચાર ગેમ-ચેન્જર્સનું નામ પણ આપ્યું છે જે આગામી વર્લ્ડ કપમાં પાકિસ્તાન માટે ભૂમિકા ભજવી શકે છે.
તેણે કહ્યું- અમારી પાસે મેચ વિનિંગ ખેલાડીઓ છે. એવા ખેલાડીઓ છે જેઓ એકલા હાથે અમને મેચ જીતાડી શકે છે, જેમાં બાબરનો પણ સમાવેશ થાય છે. શાહીન-ફખર અજાયબી કરી શકે છે. અમે ઇમામને શાનદાર ઇનિંગ રમતા જોયો છે.