indian premier league, IPL-2023 મિનિ ઓક્શન: આવતીકાલે યોજાશે હરાજી, 87 સ્લોટ માટે 405 ખેલાડીઓ સામેલ - ipl 2023 auction 405 cricketers included in auction list for 87 available slot

indian premier league, IPL-2023 મિનિ ઓક્શન: આવતીકાલે યોજાશે હરાજી, 87 સ્લોટ માટે 405 ખેલાડીઓ સામેલ – ipl 2023 auction 405 cricketers included in auction list for 87 available slot


ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 માટે કોચ્ચીમાં શુક્રવારે ખેલાડીઓનું મિનિ ઓક્શન યોજાશે. જેમાં દેશ તથા અન્ય દેશોના ઘણા જાણ્યા-અજાણ્યા ક્રિકેટર્સ માટે બોલી બોલાશે. 10 ટીમો 405 ખેલાડીઓમાંથી 87 સ્લોટ માટે બોલી લગાવશે. આ હરાજીમાં બેન સ્ટોક્સ, કેમેરોન ગ્રીન ઉપરાંત જે ખેલાડીઓ પર બધાની નજર રહેશે તે છે ઈંગ્લેન્ડનો સેમ કરન. ઈંગ્લેન્ડના આ ઓલ-રાઉન્ડર પર વધારે બોલી લગાવામાં આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

ઈંગ્લેન્ડના ઓલ-રાઉન્ડર સેમ કરનને પ્રથમ વખત આઈપીએલ-2019માં પંજાબ કિંગ્સે 7.2 કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદ્યો હતો. જ્યારે 2020માં તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. ત્યારપછી ચેન્નઈ સુપર કિંગ્સે તેને 5.5 કરો રૂપિયામાં ખરીદ્યો હતો. ગત વર્ષે ઈજાના કારણે તે મેગા ઓક્શનમાં ભાગ લઈ શક્યો ન હતો. કરનની બેઝ પ્રાઈસ બે કરોડ રૂપિયા છે અને તેણે કહ્યું છે કે તે ટીવી પર આઈપીએલ હરાજી પર નજર રાખશે. તેણે આશા રાખી છે કે તેને સારી કિંમત મળશે. તેણે કહ્યું હતું કે સૌથી પહેલા તો તમારા પર બોલી લાગવી જોઈએ તે મહત્વનું છે. હું તે બ્રેકેટમાં સામેલ છું જેમાં બેન સ્ટોક્સ અને અન્ય ઓલ-રાઉન્ડર પણ છે. તેથી કંઈ પણ બની શકે છે.

હરાજીમાં 405 ખેલાડીઓ સામેલ છે. જેમાંથી 273 ભારતીય ખેલાડીઓ અને 132 વિદેશી ખેલાડીઓ છે. કેપ્ડ ખેલાડીઓની સંખ્યા 119 છે જ્યારે 282 ખેલાડીઓ અનકેપ્ડ છે. કુલ ખાલી સ્લોટ્સમાં 30 વિદેશી ખેલાડીઓ હશે. કેટલીક સિઝનમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સમગ્ર સિઝન રમી શકતા હોતા નથી. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફ્રેન્ચાઈઝીઓને જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ સમગ્ર આઈપીએલ દરમિયાન ઉપલબ્ધ રહેશે.

સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે સૌથી વધુ ફંડ, કોલકાતા પાસે સૌથી ઓછુ
હરાજીમાં ખેલાડીઓને ખરીદવા માટે 10 ટીમોમાં સૌથી વધુ ફંડ સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે છે. હૈદરાબાદ પાસે 42.25 કરોડ રૂપિયાનું ફંડ છે. જ્યારે સૌથી ઓછા રૂપિયા કોલકાતા નાઈટરાઈડર્સ પાસે છે. કોલકાતા પાસે ફક્ત 7.05 કરોડ રૂપિયા જ છે. ચેન્નઈ સુપર કિંગ્સ પાસે 20.45 કરોડ, દિલ્હી કેપિટલ્સ પાસે 19.45 કરોડ, ગુજરાત ટાઈટન્સ પાસે 19.25 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ પાસે 23.35 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ પાસે 20.55 કરોડ, પંજાબ કિંગ્સ પાસે 32.2 કરોડ, રાજસ્થાન રોયલ્સ પાસે 13.2 કરોડ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર પાસે 8.75 કરોડ રૂપિયા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *