indian players salary, ક્રિકેટમાં પણ કંગાળ પાકિસ્તાન, ઈન્ડિયન પ્લેયર્સની તુલનાએ અડધી સેલેરી પણ નથી મળતી - pakistan poor form in international cricket

indian players salary, ક્રિકેટમાં પણ કંગાળ પાકિસ્તાન, ઈન્ડિયન પ્લેયર્સની તુલનાએ અડધી સેલેરી પણ નથી મળતી – pakistan poor form in international cricket


દિલ્હીઃ બીસીસીઆઈ એટલે કે ઈન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી અમીર બોર્ડમાંથી એક છે. તે પોતાના ખેલાડીઓ પર જોરદાર રૂપિયા ખર્ચ કરે છે અને તેમને ટોપ ક્લાસ સુવિધાઓ પુરી પાડે છે. બીસીસીઆઈના એન્યુઅલ કોન્ટ્રાક્ટમાં આવતા ખેલાડીઓ ઘણા રૂપિયાની કમાણી કરે છે. બીસીસીઆઈના એન્યુઅલ કોન્ટ્રાક્ટમાં ચાર કેટેગરી હોય છે. A+, A, B, C એ પ્રમાણે ખેલાડીઓને સેલેરી આપવામાં આવે છે.

BCCIની નકલ કરવા ગયું પાકિસ્તાન
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. તે હવે 4 કેટેગરીમાં પોતાના ખેલાડીઓને ડિવાઈડ કરી દેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી અને મોહમ્મદ રિઝવાનને A કેટેગરીમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમની સેલેરી બધાથી વધારે હશે. તેવામાં હવે ભારતના ટોપ કેટેગરી વાળા ખેલાડીઓ અને પાકિસ્તાનના ટોપ કેટેગરી વાળા ખેલાડીઓની સેલેરીમાં કેટલો તફાવત છે એના પર આપણે નજર કરીએ.

A+ કેટેગરીમાં ઈન્ડિયન પ્લેયર્સની સેલેરી
આ કેટેગરીમાં ભારત માટે અત્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા રમી રહ્યા છે. વાર્ષિક તેમને 7 કરોડ રૂપિયાની આવક થાય છે. વળી દર મહિને તેમનો પગાર 58.3 લાખ રૂપિયા છે. આના સિવાય પ્રતિ દિવસ આ ખેલાડીઓને બીસીસીઆઈ 1.9 લાખ રૂપિયા આપે છે.

ટોપ કેટેગરીમાં પાકિસ્તાની પ્લેયર્સની સેલેરી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે A કેટેગરીમાં બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન શાહ આફ્રિદીને રાખ્યા છે. પાકિસ્તાનના એન્યુઅલ કોન્ટ્રાક્ટમાં A+ કેટેગરીવાળા ખેલાડીઓની વાર્ષિક સેલેરી 1.5 કરોડ રૂપિયા હશે. પ્રતિ મહિને તે 12.5 લાખ રૂપિયા કમાણી કરતા હોય છે. આના સિવાય પીસીબી તેમને એક દિવસના 41 હજાર રૂપિયા આપે છે. જો બંનેની તુલના કરવામાં આવે તો દૂર દૂર સુધી કોઈ છેડો નથી મળતો. બીસીસીઆઈ પાકિસ્તાન બોર્ડ કરતા ઘણું અમીર છે. આના સિવાય નવા કોન્ટ્રાક્ટ અંતર્ગત પાકિસ્તાની પ્લેયર્સની સેલેરીમાં ઘણો વધારો થયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *