india vs west indies odi, સીરિઝ તો જીતી લીધી પરંતુ નથી મળ્યા ત્રણ સવાલોના જવાબ, ચિંતામાં હશે રોહિત અને દ્રવિડ! - india win series against west indies but some questions still there for rohit sharma and dravid

india vs west indies odi, સીરિઝ તો જીતી લીધી પરંતુ નથી મળ્યા ત્રણ સવાલોના જવાબ, ચિંતામાં હશે રોહિત અને દ્રવિડ! – india win series against west indies but some questions still there for rohit sharma and dravid


ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી અને અંતિમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી, પરંતુ વર્લ્ડ કપ પહેલા ટીમને લઈને ઘણા પ્રશ્નો વણઉકેલ્યા છે. સુકાની રોહિત શર્મા અને સિનિયર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એક વખત બહાર રહીને સંભવિત ખેલાડીઓને વર્લ્ડ કપ માટે તક આપી હતી પરંતુ તમામ પ્રયોગો બાદ પણ ટીમ કોમ્બિનેશન કામ કરતું નથી. બે ટેસ્ટ મેચની સીરિઝ અને પ્રથમ બે વન-ડેમાં નિરાશાજનક પ્રદર્શન કરનારા શુભમન ગિલનું બેટ આખરે બોલ્યું અને તેણે 92 બોલમાં 85 રન ફટકાર્યા હતા.

જ્યારે તેના સાથી ઓપનર ઈશાન કિશને પણ આક્રમક બેટિંગ કરી હતી. તેણે 63 બોલમાં 77 રન નોંધાવ્યા હતા અને ગિલ સાથે 143 રનની ભાગીદારી પણ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે પાંચ વિકેટે 351 રનનો સ્કોર નોંધાવ્યા હતા. સંજુ સેમસને 41 બોલમાં 51 રન નોંધાવીને મિડલ ઓર્ડર માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 52 બોલમાં પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી અણનમ 70 રનની ઈનિંગ્સ રમી હતી. જવાબમાં કેરેબિયન ટીમ 35.3 ઓવરમાં 151 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી.

ભારત માટે મુકેશ કુમારે સાત ઓવરમાં 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે ગુડાકેશ મોતીએ અણનમ 39 અને અલ્ઝારી જોસેફે 26 રન નોંધાવ્યા હતા અને નવમી વિકેટ માટે 55 રન જોડ્યા હતા. શાર્દુલ ઠાકુરે 6.3 ઓવરમાં 37 રન આપીને ચાર વિકેટ લીધી હતી. જયદેવ ઉનડકટને એક અને કુલદીપ યાદવને બે વિકેટ મળી હતી. આમ છતાં એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા ત્રણ સવાલોના જવાબ મળ્યા નથી.

1. ઈશાન કિશનનું ધમાકેદાર ફોર્મ પરંતુ જો કેએલ રાહુલ ફિટ હોય તો શું?
ઓપનિંગમાં યુવાન બેટર ઈશાન કિશનનું પ્રદર્શન સારું છે, પરંતુ જો લોકેશ રાહુલ ફિટ છે અને રમવા માટે ઉપલબ્ધ છે તો તેનો બેટિંગ ઓર્ડર શું હશે. રોહિત શર્મા પોતાનો બેટિંગ ઓર્ડર ઈશાન કિશન માટે છોડી દેશે, તે શક્ય નથી. ઈશાન કિશનને મિડલ ઓર્ડરમાં ઉતારવામાં આવે તો તે યોગ્ય રહેશે? આમ આ પ્રશ્નનો જવાબ હજી સુધી મળ્યો નથી.

2. શ્રેયસ ઐય્યર, સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવમાંથી કોણ?
જો શ્રેયસ અય્યર ફિટ ન હોય તો સેમસન ચોથા નંબર પર ઉતરી શકે છે. પરંતુ તેને વધારે સમય મળવા છતાં તે વેસ્ટ ઈન્ડિઝ સામેની અંતિમ વન-ડેમાં મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. સૂર્યકુમાર યાદવ પણ 35 રન નોંધાવીને આઉટ થયો હતો. ટી20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવે પોતાની ક્ષમતા દેખાડી દીધી છે પરંતુ વન-ડેમાં તે ટી20 જેટલી સફળતા મેળવી શક્યો નથી. બીજી તરફ શ્રેયસ ઐય્યર અને રાહુલ બંને ફિટ હોવાથી તેના માટે ટીમમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની જશે.

3. યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમારનું શું થશે?
બોલિંગમાં પણ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને એક પણ મેચમાં તક આપવામાં આવી ન હતી. હવે વર્લ્ડ કપ પહેલા ભારતે માત્ર નવ મેચ રમવાની છે (જો ટીમ એશિયા કપની ફાઈનલમાં પહોંચે તો). રવીન્દ્ર જાડેજા પ્રથમ પસંદગીનો સ્પિનર છે, જેમાં અક્ષર પટેલ માટે કોઈ જગ્યા નથી. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરની સાથે મુકેશ કુમાર માટે જગ્યા મેળવવી મુશ્કેલ બની જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *