India Vs Pakistan Asia Cup 2023,એશિયા કપ તો હવે ભારતનો જ છે! એવો માસ્ટ્રરસ્ટ્રોક માર્યે કે જીતથી કોઈ નહીં રોકી શકે - india will win asia cup if these factor got clicked

India Vs Pakistan Asia Cup 2023,એશિયા કપ તો હવે ભારતનો જ છે! એવો માસ્ટ્રરસ્ટ્રોક માર્યે કે જીતથી કોઈ નહીં રોકી શકે – india will win asia cup if these factor got clicked


Asia Cup 2023: ઈન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આની સાથે જ વનડે ફોર્મેટમાં રમાયેલા આ ટૂર્નામેન્ટ માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. છેલ્લા ઘણા સમય પછી ટીમ ઈન્ડિયા પોતાના અલગ અંદાજે જોવા મળી રહી છે. તમામ પ્રમુખ ખેલાડીઓ આમાં સામેલ છે પરંતુ કેટલાક લોકો નારાજ જોવા મળી રહ્યા છે. ફેન્સનું માનવું છે કે યુઝવેન્દ્ર ચહલ અને સંજૂ સેમસનની ટીમમાં પસંદગી થવા જેવી હતી. તો ચલો એશિયા કપના બોસ બનવા ભારતે શું કરવું એના માસ્ટરસ્ટ્રોક પર આપણે નજર કરીએ.

બોલિંગથી બેટિંગ સુધી શાનદાર પ્લેઇંગ-11
17 પ્લેયર્સમાંથી સંભવિત પ્લેઇંગ-11 જોરદાર બની રહી છે. કે.એલ.રાહુલ જો ફિટ નહીં રહે તો પણ કોઈ વાંધો નહીં આવે એવી ટીમ બની છે. તિલક વર્મા, શ્રેયસ અય્યર અને ઈશાન કિશન એક એન્ડ સંભાળી લેશે. જસપ્રીત બુમરાહના કમબેકથી પેસ એટેક શાનદાર થઈ ગયો છે. સ્પિન અને પેસ ઓલરાઉન્ડરમાં પણ શાનદાર કોમ્બિનેશન છે. કુલ મળીને ઓન પેપર હવે ટીમને કોઈ ટક્કર આપી શકે તેમ નથી.

બુમરાહના કમબેકથી શાનદાર કમબેક
જસપ્રીત બુમરાહના કમબેકથી પેસ એટેકમાં જાન આવી ગઈ છે. સિરાજ અને શમી પહેલાથી જ જોરદાર ફોર્મમાં છે. જ્યારે 3 કોર પેસર ટીમમાં આવી જતા પણ બેટિંગ ક્રમમાં ટીમ ઈન્ડિયા ધ્વસ્ત થઈ ગઈ છે.. સિરાજની વોબલ સીમ, બુમરાહના યોર્કર અને શમીની હાર્ડ લેન્થનો તોડ ભાગ્યે જ કોઈ પાસે હશે.

સ્પિન અને પેસ ઓલરાઉન્ડરનું X ફેક્ટર
ઈન્ડિયન ટીમમાં હાર્દિક પંડ્યા અને શાર્દૂલ ઠાકુરના રૂપે 2 પેસ ઓલરાઉન્ડર છે તો 3 સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા છે. આ તમામ પ્લેયર્સ હાર્ડ હિટિંગ માટે માહેર છે. એટલે કે ટીમ ઈન્ડિયા પાસે ઓપ્શન છે કે તે કોને પ્લેઇંગ-11માં સામેલ કરે અને કોને ન કરે. જોકે હાર્દિક અને રવિન્દ્રનું રમવાનું લગભગ નક્કી છે. આ બંને બોલિંગ અને બેટિંગમાં માહેર છે અને મોરચો સંભાળી શકે છે.

કુલદીપના ફોર્મને જોતા સ્પિન ફ્રેન્ડલી પિચ
પેસ એટેકમાં કુલદીપ યાદવ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ભારત પાસે સ્પિનમાં ઘણા વિકલ્પો છે. અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા સિવાય કુલદીપ યાદવ પણ એક શાનદાર વિકલ્પ છે. અત્યારે કુલદીપે જેવી રીતે પરફોર્મ કર્યું છે એને જોતા વિરોધી ટીમ ટેન્શનમાં હશે. આ ચાઈનામેન બોલર કોઈપણ બેટ્સમેનને ચોંકાવવામાં સક્ષમ છે.

મોટાભાગના ખેલાડીઓ ફ્રેશ છે
ઈન્ડિયન ટીમે વર્કલોડ મેનેજ કર્યો છે જેથી કરીને મોટાભાગના સિનિયર ખેલાડીઓ ફ્રેશ છે. જસપ્રીત બુમરાહ અને તિલક વર્માને છોડીને મોટાભાગના ખેલાડીઓ આરામ કરીને કમબેક કરશે. આ તમામ કેમ્પ સીધો શ્રીલંકા પહોંચી જાય એમ લાગી રહ્યું છે. બીજી બાજુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ સિરીઝ રમાઈ રહી છે તો શ્રીલંકન ખેલાડી પણ અત્યારે લીગ મેચ રમી રહ્યા હતા. ઘણીવાર મોટી ટૂર્નામેન્ટ પહેલા પ્લેયર્સનું ફ્રેશ હોવુ જરૂરી હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *