india vs new zealand, IND vs NZ: શું રોહિત શર્મા સુધારશે પ્રથમ વનડેની ભૂલ? આજે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડથી રહેવું પડશે સાવધાન - ind vs nz raipur to host first international match both teams to compete for trophy

india vs new zealand, IND vs NZ: શું રોહિત શર્મા સુધારશે પ્રથમ વનડેની ભૂલ? આજે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડથી રહેવું પડશે સાવધાન – ind vs nz raipur to host first international match both teams to compete for trophy


રાયપુર- ન્યૂઝીલેન્ડ અને ભારત(IND vs NZ) વચ્ચે આજે રાયપુરમાં બીજી વનડે મેચ રમાશે. રાયપુર શહેરમાં પહેલીવાર કોઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાશે. સીરિઝની પ્રથમ મેચમાં બન્ને ટીમ વચ્ચે બરાબરની ટક્કર જોવા મળી હતી. હવે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે કે બીજી મેચ પણ હાઈ સ્કોરિંગ હશે. સીરિઝ જીતવા માંગતી ટીમ ઈન્ડિયાને પોતાના મિડલ ઓર્ડર પાસેથી મહત્તમ રનની અને ડેથ ઓવર્સમાં બોલર્સ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શનની આશા હશે. પ્રથમ મેચમાં શુભમન ગિલ તેમજ મોહમ્મદ સિરાજે મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઈશાન કિશન પર રહેશે નજર

ન્યૂઝીલેન્ડ પહેલા ઈશાન કિશને બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી મેચમાં બેવડી સદી ફટકારી હતી. જો કે, શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી વનડે સીરિઝમાં ઈશાન કિશનને તક નહોતી મળી. અત્યારે જ્યારે કેએલ રાહુલ ટીમથી બહાર છે ત્યારે ઈશાનને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી રહી છે. તેવામાં ઈશાન કિશન પ્રયત્ન કરશે કે આ તકનો લાભ ઉઠાવે અને ટીમમાં પોતાનું સ્થાન નક્કી કરે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઈશાન ખાસ કમાલ નહોતો બતાવી શક્યો.

આ સિવાય હાર્દિક પંડ્યાએ પણ રન ફટકારવા પડશે. કેપ્ટન રોહિત શર્માનું પણ પર્ફોમન્સ ઘણું સારું છે અને તેને સારી શરુઆત પણ મળી છે. ખાસ ચિંતા બોલિંગની છે. પ્રથમ વનડે મેચમાં ઉમરાન મલિકના સ્થાને શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી હતી કારણકે તે બેટિંગમાં સારો વિકલ્પ છે. પરંતુ ટીમ મેનેજમેન્ટે વહેલી તકે નિર્ણય લેવો પડશે કે તેમને એક એવો બોલર જોઈએ જે બેટિંગ પણ કરી શકે અથવા એક એવો નિષ્ણાંત બોલર જે પોતાની ઝડપથી વિરોધી ટીમને ધ્વસ્ત કરી શકે.

ન્યૂઝીલેન્ડ પણ જોર લગાવશે

પ્રથમ વનડે મેચમાં હાર મેળવ્યા પછી ન્યૂઝીલેન્ડની ટીમ પણ આજે એડીચોટીનું જોર લગાવશે. પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને બરાબરની ટક્કર આપી હતી. જો ન્યૂઝીલેન્ડ પોતાની ભૂલો પર ધ્યાન આપશે અને આ મેચમાં ઓર્ડરમાં બદલાવ લાવશે તો ભારતે પણ તેમને હળવાશમાં લેવાની ભૂલ ના કરવી જોઈએ.

કોહલીનો વિરાટ રેકોર્ડ

વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી વનડે સીરિઝમાં પોતાની કારકિર્દીની 44મી સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં વિરાટ કોહલી કમાલ નહોતો કરી શક્યો પરંતુ બીજી મેચમાં તેની પાસે તક છે. વિરાટ કોહલી જો બીજી વનડે મેચમાં 111 રન ફટકારશે તો ઈન્ટરનેશનલ કરિયરમાં 25000 રન પૂરા કરશે. ક્રિકેટના ઈતિહાસમાં આમ કરનાર તે છઠ્ઠો બેટ્સમેન બની જશે. ભારતમાં કોહલી સિવાય આ ઉપલબ્ધિ સચિન તેંડુલકર પાસે છે.

મોહમ્મદ શમી અને રોહિત શર્મા માટે ખાસ દિવસ

આજની વનડે મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને મોહમ્મદ શમી પાસે પણ તક હશે કે તે વનડે ક્રિકેટમાં પોતાના નામે ખાસ રેકોર્ડ નોંધાવે. રોહિત શર્મા જો છ સિક્સર ફટકારશે તો શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ જયસૂર્યાને પાછળ કરી શકે છે. જયસૂર્યાના નામે વનડેમાં 270 સિક્સર ફટકારવાનો રેકોર્ડ છે. મોહમ્મદ શમી પાસે બોલિંગમાં કમાલ કરવાની તક છે. શમી 4 વિકેટ લેશે તો ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 400 વિકેટના આંકડાને પાર કરી શકશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *