India Tour New Zealand 2022: ભારત અને ન્યૂઝીલેન્ડ હાલમાં જ વર્લ્ડ કપમાં રમીને આવી છે. બંને ટીમને સેમિફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડને સેમિફાઈનલમાં પાકિસ્તાન સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભારતીય ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી. ઈંગ્લેન્ડે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો.
હાઈલાઈટ્સ:
- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ શુક્રવારે રમાવાની હતી પરંતુ વરસાદના કારણે મેચ રદ કરવી પડી હતી
- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી20 મેચની સીરિઝ રમાવાની છે જેની બીજી મેચ હવે રવિવારે રમાશે
- ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારતના સ્ટાર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, હાર્દિક પંડ્યાને સુકાની બનાવવામાં આવ્યો છે
ભારત અને ન્યૂઝીલેન્ડ હાલમાં જ વર્લ્ડ કપમાં રમીને આવી છે. બંને ટીમને સેમિફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડને સેમિફાઈનલમાં પાકિસ્તાન સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભારતીય ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી. ઈંગ્લેન્ડે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય ટીમમાં સ્ટાર ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમની કેપ્ટનસી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. જ્યારે વિકેટકીપર બેટર રિશભ પંતને ઉપસુકાની બનાવવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ રમવા માટે આતુર છે. ન્યૂઝીલેન્ડ એક શાનદાર દેશ છે અને ક્રિકેટ રમવા માટે ઉત્તમ સ્થળ છે. કમનસીબે પ્રથમ ટી20 રમાઈ શકી નહીં. ઘણા લોકો વહેલા જ આવી ગયા હતા પરંતુ તેમને નિરાશ થવું પડ્યું. નોંધનીય છે કે રોહિત શર્મા ઉપરાંત ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી અને ઓપનર લોકેશ રાહુલને આરામ આપવામાં આવ્યો છે. આ પ્રવાસમાં યુવાન ખેલાડીઓને વધારે તક આપવામાં આવી છે. જેમાં શુભમન ગિલ, ઉમરાન મલિક, ઈશાન કિશન અને સંજૂ સેમસનનો સમાવેશ થાય છે.
સ્ટાર ખેલાડીઓ ઉપરાંત ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફને પણ બ્રેક આપવામાં આવ્યો છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડને બ્રેક આપવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડના સ્થાને નેશનલ ક્રિકેટ એકેડેમીના હેડ વીવીએસ લક્ષ્મણને કોચની જવાબદારી સોંપવામાં આવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ રવિવારે માઉન્ટ માઉન્ગાઈમાં રમાશે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ