india vs england semifainal, T20 WC Semi: ભારતનો 10 વિકેટે કારમો પરાજય, ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે ફાઈનલ - t20 world cup 2022 india vs england semifinal virat kohli hardik pandy fifty set 169 run target

india vs england semifainal, T20 WC Semi: ભારતનો 10 વિકેટે કારમો પરાજય, ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે ફાઈનલ – t20 world cup 2022 india vs england semifinal virat kohli hardik pandy fifty set 169 run target


જોસ બટલર અને એલેક્સ હેલ્સની જોડીએ કરેલી તોફાની બેટિંગની મદદથી ઈંગ્લેન્ડ ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ગુરૂવારે એડિલેડ ઓવરમાં ભારત સામે રમાયેલી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે બોલિંગ અને બેટિંગ બંનેમાં લાજવાબ પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડે રોહિત શર્માની ટીમને 10 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ ભારતીય ટીમનું અભિયાન સમાપ્ત થયું હતું. હવે ઈંગ્લેન્ડની ટીમ રવિવારે મેલબોર્નમાં પાકિસ્તાન સામે ફાઈનલ રમશે. પાકિસ્તાને બુધવારે ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની અડધી સદીની મદદથી ભારતે 20 ઓવરમાં છ વિકેટે 168 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વગર મેચ જીતી લીધી હતી. જોસ બટલરે અણનમ 80 અને એલેક્સ હેલ્સે અણનમ 86 રન ફટકાર્યા હતા.

એલેક્સ હેલ્સ અને જોસ બટરલની તોફાની બેટિંગ
ઈંગ્લેન્ડ સામે 169 રનનો લક્ષ્યાંક હતો. જોકે, કેપ્ટન જોસ બટલર અને એલેક્સ હેલ્સની ઓપનિંગ જોડીએ જ તોફાની બેટિંગ કરીને આટલો લક્ષ્યાંક પાર પાડી દીધો હતો. એક પણ સમયે ભારતીય બોલર્સ આ બંને બેટર્સ પર દબાણ બનાવી શક્યા ન હતા. બંને બેટર્સે એકદમ આસાનીથી બાઉન્ડ્રી ફટકારતા હતા. લગભગ પ્રત્યેક ઓવરમાં આ બંને બેટર્સે બાઉન્ડ્રી ફટકારી હતી. જોસ બટલરે 49 બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 80 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે હેલ્સે 47 બોલમાં અણનમ 86 રન ફટકાર્યા હતા. તેણે ચાર ચોગ્ગા અને સાત સિક્સર ફટકારી હતી.

લોકેશ રાહુલ, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ નિષ્ફળ રહ્યા
ભારત માટે રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડી ઓપનિંગમાં આવી હતી. જોકે, રાહુલનું ખરાબ પ્રદર્શન યથાવત રહ્યું હતું. રાહુલ પાંચ બોલમાં પાંચ રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલી સાથે મળીને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ જોડીએ 47 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, રોહિત શર્મા 28 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 27 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવ પણ મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 10 બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 14 રનનું યોગદાન આપ્યું હતું. ભારતે 75 રનમાં તેની મહત્વની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની અડધી સદી
ભારત માટે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી હતી. જેની મદદથી ભારત મજબૂત સ્કોર નોંધાવી શક્યો હતો. વિરાટ કોહલીએ મક્કમતાપૂર્વક બેટિંગ કરી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ ઝંઝાવાતી બેટિંગ કરી હતી. કોહલી અને હાર્દિકે 61 રનની ભાગીદારી નોંધાવી હતી. કોહલી 40 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 50 રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારે ભારતનો સ્કોર 18 ઓવરમાં 136 રન હતો. જોકે, અંતિમ બે ઓવરમાં હાર્દિકે ફટકાબાજી કરી હતી અને સ્કોરને 168 રન સુધી લઈ ગયો હતો. હાર્દિકે 33 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી 63 રનની ઈનિંગ્સ રમી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *