india vs australia wtc final, WTC Final: સ્ટિવ સ્મિથે કોહલીને પછાડ્યો, હવે સચિનનો મોટો રેકોર્ડ તોડવાથી બે ડગલાં દૂર - india vs australia wtc final steve smith nears sachin tendulkar record

india vs australia wtc final, WTC Final: સ્ટિવ સ્મિથે કોહલીને પછાડ્યો, હવે સચિનનો મોટો રેકોર્ડ તોડવાથી બે ડગલાં દૂર – india vs australia wtc final steve smith nears sachin tendulkar record


ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે શા માટે તેને આધુનિક ક્રિકેટના મહાન ક્રિકેટરોમાંથી એક માનવામાં આવે છે. સ્ટિવ સ્મિથે ભારત વિરુદ્ધ લંડનના ધ ઓવલમાં રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં શાનદાર સદી ફટકારી છે. ગુરૂવારે બીજા દિવસની રમત શરૂ થતાં જ સ્ટીવ સ્મિથે પ્રથમ ઓવરના સતત બે બોલમાં બે ચોગ્ગા ફટકારીને પોતાની 31મી ટેસ્ટ સદી પૂરી કરી હતી. સ્ટિવ સ્મિથ પ્રથમ દિવસના અંતે સ્ટમ્પ પર 95 રન નોંધાવીને અણનમ પરત ફર્યો હતો. સ્ટીવ સ્મિથ 150 રન તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો, પરંતુ શાર્દુલ ઠાકુર આક્રમણમાં પાછો ફર્યો હતો અને તેને 121 રનમાં ક્લીન બોલ્ડ કર્યો હતો.

ભારત વિ. ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સ્ટિવ સ્મિથે ઘણા દિગ્ગજોને પાછળ રાખી દીધા છે. ભારત સામે આ તેની નવમી ટેસ્ટ સદી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને કુલ 11 સદી ફટકારી છે. જ્યારે બીજા ક્રમે સ્મિથ છે. સુનીલ ગાવસ્કર, રિકી પોન્ટિંગ અને વિરાટ કોહલીએ આઠ-આઠ સદી ફટકારી છે.
હવે માત્ર ડોન બ્રેડમેન જ આગળ છે
ઈંગ્લેન્ડમાં પ્રવાસી બેટ્સમેન દ્વારા સૌથી વધુ ટેસ્ટ સદીનો રેકોર્ડ ડોન બ્રેડમેનના નામે છે. ઓસ્ટ્રેલિયાના આ લિજેન્ડરી ક્રિકેટરે ઈંગ્લેન્ડમાં 30 ઈનિંગ્સમાં 11 સદી ફટકારી છે. આ પછી સ્ટીવ સ્મિથનું નામ આવે છે, જેણે 31 ઈનિંગ્સમાં સાતમી સદી ફટકારી હતી. આ પછી સ્ટીવ વો (સાત સદી) અને રાહુલ દ્રવિડ (છ સદી)નો ક્રમ આવે છે.

ICC નોકઆઉટ ગેમ વિ. ભારત
ભારત સામે સ્ટિવ સ્મિથ ઘણો સફળ ઓસ્ટ્રેલિયન બેટર રહ્યો છે. તે ટીમ ઈન્ડિયા સામે બે હજારથી વધુ ટેસ્ટ રન નોંધાવનારો વિશ્વનો માત્ર આઠમો બેટ્સમેન બન્યો છે. તેણે 36 ઈનિંગ્સમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. આ દરમિયાન તેની એવરેજ 69.2 રહી છે. ભારત સામે સ્ટિવ સ્મિથે પાંચ અડધી સદી અને નવ સદી ફટકારી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *