india vs australia wtc final, WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા માટે ભારત સામે 444 રનનો વિશાળ લક્ષ્યાંક - india vs australia wtc final 2023 india face record run-chase in pursuit of test championship title

india vs australia wtc final, WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા માટે ભારત સામે 444 રનનો વિશાળ લક્ષ્યાંક – india vs australia wtc final 2023 india face record run-chase in pursuit of test championship title


ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારત સામે 444 રનનો લક્ષ્યાંક મૂક્યો છે. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. જોકે, મેચના ચોથા દિવસે શનિવારે લોઅર ઓર્ડરમાં એલેક્સ કેરીની અણનમ અડધી સદી તથા મિચેલ સ્ટાર્કની ઉપયોગી ઈનિંગ્સની મદદથી કાંગારૂ ટીમે આઠ વિકેટે 270 રન નોંધાવીને પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ દાવમાં 173 રનની સરસાઈના આધારે ઓસ્ટ્રેલિયાએ ભારતીય ક્રિકેટ ટીમ સામે 444 રનનો લક્ષ્યાંક મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ કરી હતી અને 469 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 296 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી.

એલેક્સ કેરીની અણનમ અડધી સદી, ઓસ્ટ્રેલિયાએ બીજો દાવ ડિક્લેર કર્યો
ભારતને 296 રનમાં ઓલ-આઉટ કરીને ઓસ્ટ્રેલિયાએ 173 રનની જંગી સરસાઈ મેળવી લીધી હતી. જોકે, બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆતની બેટિંગ નિરાશાજનક રહી હતી. ઓસ્ટ્રેલિયન ટોપ ઓર્ડર કંઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો. ઉસ્માન ખ્વાજા 13 અને ડેવિડ વોર્નર એક રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. 24 રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયાએ પોતાના બંને ઓપનર ગુમાવી દીધા હતા. આમ ભારતીય બોલર્સે શાનદાર શરૂઆત કરી હતી. જોકે, મિડલ ઓર્ડરમાં માર્નસ લાબુશેન અને પ્રથમ દાવમાં સદી ફટકારનારા સ્ટિવ સ્મિથે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.

સ્ટિવ સ્મિથ 34 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે લાબુશેને 41 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે પ્રથમ દાવમાં આક્રમક સદી ફટકારનારો ટ્રેવિસ હેડ 18 અને કેમેરોન ગ્રીન 25 રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. જોકે, મેચના ચોથા દિવસે શનિવારે વિકેટકીપર બેટર એલેક્સ કેરી અને મિચેલ સ્ટાર્કની જોડીએ લોઅર ઓર્ડરમાં ઉપયોગી ઈનિંગ્સ રમી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયા ભારત સામે મોટો ટાર્ગેટ મૂકવામાં સફળ રહ્યું હતું. એલેક્સ કેરીએ અણનમ 66 રન તથા મિચેલ સ્ટાર્કે 57 બોલમાં 41 રન ફટકાર્યા હતા. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ ત્રણ તથા મોહમ્મદ શમી અને ઉમેશ યાદવે બે-બે વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવને એક સફળતા મળી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *