india vs australia wtc final, WTC ફાઈનલઃ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે આપી ચેતવણી, ભારતના બે ખેલાડીથી રહેવું પડશે સાવધ - wtc final australia need to stop virat kohli and cheteshwar pujara says aaron finch

india vs australia wtc final, WTC ફાઈનલઃ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે આપી ચેતવણી, ભારતના બે ખેલાડીથી રહેવું પડશે સાવધ – wtc final australia need to stop virat kohli and cheteshwar pujara says aaron finch


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ધ ઓવલ ખાતે સાત જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે. આ અંગે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એરોન ફિંચનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયન ટીમે વિજય નોંધાવવો હશે તો તેણે ઈનફોર્મ બેટર વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાથી સાવધ રહેવું પડશે. બીજી તરફ તેણે ભારતીય ટીમે પણ ઓસ્ટ્રેલિયાના બે સ્ટાર સ્ટિવ સ્મિથ અને માર્નસ લાબુશેનને સસ્તામાં આઉટ કરવા પડશે તેમ જણાવ્યું હતું.

ચેતેશ્વર પૂજારા છેલ્લા કેટલાક સમયથી ઈંગ્લેન્ડમાં છે અને તે ઈંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સસેક્સ માટે રમી રહ્યો છે. જેના કારણે તે હાલમાં ઈંગ્લેન્ડના વાતાવરમાં સૌથી વધારે સેટ ખેલાડી છે અને તે ફોર્મમાં પણ છે. એપ્રિલથી પૂજારાએ સસેક્સ માટે આઠ ઈનિંગ્સ રમી છે અને તેમાં તેણે 545 રન નોંધાવ્યા છે. જેમાં ત્રણ સદી અને એક અડધી સદી સામેલ છે. ઓસ્ટ્રેલિયા સામે પણ પૂજારાનું પ્રદર્શન દમદાર રહ્યું છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 24 ટેસ્ટ મેચમાં 50.82ની સરેરાશ સાથે 2033 રન નોંધાવ્યા છે જેમાં પાંચ સદી સામેલ છે.

બીજી તરફ વિરાટ કોહલી પણ શાનદાર ફોર્મમાં છે. આઈપીએલ દરમિયાન પણ તેણે પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું. આઈપીએલ-2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમતા ભારતના રન મશિને બે સદી અને છ અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા સામે કોહલીનું પ્રદર્શન ધમાકેદાર છે. તેણે અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા સામે 24 ટેસ્ટમાં આઠ સદી અને પાંચ અડધી સદીની મદદથી 4826ની સરેરાશ સાથે 1979 રન નોંધાવ્યા છે.

ફિંચે જણાવ્યું હતું કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારત સ્મિથ અને લાબુશેનને ઝડપથી આઉટ કરશે તો મેચ તેમના તરફ થઈ જશે. તેવી જ રીતે જો ઓસ્ટ્રેલિયા કોહલી અને પૂજારાને સસ્તામાં આઉટ કરશે તો તેમની ફાઈનલ જીતવાની તક મજબૂત બની જશે. ફિંચે જણાવ્યું હતું કે, કોહલી અદ્દભુત ફોર્મમાં છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે છેલ્લે અમદાવાદ ટેસ્ટમાં 186 રનની ઈનિંગ્સ રમી હતી જે લાજવાબ હતી. હું રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં તેની સાથે રમી ચૂક્યો છું. મને તેની સાથે રમવામાં ઘણી મજા આવી હતી.

જોકે, ફાઈનલ અગાઉ ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. તેનો સ્ટાર ઝડપી બોલર જોશ હેઝલવુડ ઈજાના કારણે ફાઈનલની બહાર થઈ ગયો છે. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમને આશા છે કે તે 16 જૂનથી શરૂ થનારી એશિઝ સીરિઝ પહેલા ફિટ થઈ જશે. જોકે, હેઝલવુડ સિવાય પણ ટીમનું બોલિંગ આક્રમણ મજબૂત છે. ટીમ પાસે મિચેલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્સ છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડની સ્વિંગ કન્ડિશનમાં ઓસ્ટ્રેલિયાનું પલડું થોડું ભાર રહેશે. આ ઉપરાંત કેમેરોન ગ્રીન અને ડેવિડ વોર્નરને બાદ કરતાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઈપીએલમાં રમ્યા નથી તેથી તેઓ એકદમ ફ્રેશ છે.

એકદંરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 106 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાંથી 32 મેચમાં ભારતનો વિજય થયો છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 44 મેચ જીતી છે. 29 મેચ ડ્રો રહી છે અને એક મેચ ટાઈ રહી છે. છેલ્લી બે ટેસ્ટ સીરિઝ (બોર્ડર-ગાવસ્કર ટ્રોફી)માં ઓસ્ટ્રેલિયન ધરતી પર ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું. ભારતે ઓસ્ટ્રેલિયન ધરતી પર રમાયેલી તે બંને ટેસ્ટ સીરિઝ જીતી હતી. તેથી એરોન ફિંચનું કહેવું છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઘણી જ રોમાંચક રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *