india vs australia wtc 2023, WTC ફાઈનલઃ કેપ્ટન રોહિત શર્માને અંગૂઠામાં થઈ ઈજા, ટીમ ઈન્ડિયા ચિંતામાં - wtc final india vs australia captain rohit sharma injured during net session

india vs australia wtc 2023, WTC ફાઈનલઃ કેપ્ટન રોહિત શર્માને અંગૂઠામાં થઈ ઈજા, ટીમ ઈન્ડિયા ચિંતામાં – wtc final india vs australia captain rohit sharma injured during net session


ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની તૈયારી કરી રહી છે. વિશ્વની બે ટોચની ટીમો વચ્ચે 7 જૂનથી એટલે કે બુધવારથી ફાઈનલનો પ્રારંભ થશે. જોકે, તે પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો છે. મેચના એક દિવસ પહેલા રોહિત શર્મા નેટ્સમાં બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન બોલ તેના ડાબા અંગૂઠા પર વાગ્યો હતો. જેના કારણે તે નેટ્સમાંથી બહાર આવી ગયો હતો. આ પછી ફિઝિયોએ તેની તપાસ કરી હતી.

રોહિત શર્મા ફિટનેસ અપડેટ?
અમારા સહયોગી નવભારત ટાઈમ્સ માટે વરિષ્ઠ પત્રકાર વિમલ કુમાર ફાઈનલ મેચ કવર કરવા ઈંગ્લેન્ડ ગયા છે. વિમલના મતે રોહિત શર્માની ઈજાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. તેમના કહેવા પ્રમાણે બોલ વાગ્યા બાદ રોહિત નેટ્સમાંથી બહાર આવ્યો હતો પરંતુ તે ફિટ છે અને ફરીથી બેટિંગ કરી હતી. તેથી ભારતીય ક્રિકેટ ચાહકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આવી સ્થિતિમાં રોહિત શર્મા બુધવારથી ફાઈનલ મેચમાં રમતો જોવા મળી શકે છે.
પ્રથમ વખત વિદેશી ટેસ્ટમાં કેપ્ટન બનશે
રોહિત શર્માને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર કોરોનાને કારણે રમી શક્યો ન હતો. ત્યારપછી રોહિત બાંગ્લાદેશ પ્રવાસ પર વનડે શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. આ સાથે ખેલાડી તરીકે આ તેની 50મી ટેસ્ટ હશે. 2013માં ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ રોહિત લાંબા સમયથી ટીમની અંદર અને બહાર છે. તેણે 2019માં ટેસ્ટમાં પણ ઓપનિંગ કર્યું હતું અને ત્યારથી તે ટીમનો મુખ્ય ખેલાડી છે.

ઓવલ ખાતે ટેસ્ટ સદી ફટકારી
રોહિત શર્માએ અત્યાર સુધી ભારત બહાર ટેસ્ટમાં માત્ર એક જ સદી ફટકારી છે. તે સદી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર જ ફટકારી છે. 2021માં અહીં રમાયેલી મેચમાં રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમની બીજી ઈનિંગ્સમાં 127 રનની લાજવાબ ઈનિંગ્સ રમી હતી. રોહિત શર્માએ સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *