Independence day and cricket: એ 3 ક્રિકેટર, જે પહેલા ભારત તરફથી રમતા હતા, ભાગલા પછી પાકિસ્તાન ગયા - three cricketer who start cricket from india and finished from pakistan after partition

Independence day and cricket: એ 3 ક્રિકેટર, જે પહેલા ભારત તરફથી રમતા હતા, ભાગલા પછી પાકિસ્તાન ગયા – three cricketer who start cricket from india and finished from pakistan after partition


ભારત દેશ 200 વર્ષ સુધી ગુલામ રહ્યા પછી આઝાદ થયો હતો. અંગ્રેજો ભારત છોડીને ગયા પછી તરત ભારતના બે ભાગલા પડી ગયા હતા. 14 ઓગસ્ટે પાકિસ્તાન અલગ થયું અને 15 ઓગસ્ટ 1947એ ભારત સ્વતંત્ર દેશ બની ગયો. બન્ને દેશ વહેંચાયા, સરહદો વહેંચાઈ અને ભારતની પ્રતિભા પણ વહેંચાઈ ગઈ હતી. એવામાં આપને જણાવી દઈએ કે 3 ખેલાડીઓ કે જે ભારત અને પાકિસ્તાન બન્ને દેશ તરફથી રમી રહ્યા હતા.

આમીર ઈલાહી
1 સપ્ટેમ્બર 1908એ લાહોરમાં જન્મેલા ખેલાડીએ 1947માં ભારત તરફથી ડેબ્યુ કર્યું. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી આ રમત તેમની પહેલી મેચ હતી અને અંતિમ મેચ રહી, આ પછી તેઓ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. પાકિસ્તાનમાં પણ તેમનું કરિયર લાંબું ચાલ્યું નહી. તેમણે પોતાના સંપૂર્ણ કરિયરમાં માત્ર 6 ટેસ્ટ મેચ રમી હતી જેમાં 82 રન બનાવ્યા અને 7 વિકેટ લીધી હતી. પોતાની અંતિમ ટેસ્ટ તેમણે 12 ડિસેમ્બર, 1952એ ભારત સામે જ રમી હતી.

ગુલ મોહમ્મદ
આમિર ઈલાહીએ પહેલા ભારત અને પછી પાકિસ્તાન ટીમ માટે ટેસ્ટ મેચ રમનાર ખેલાડીનું સૌથી મોટું નામ ગુલ મોહમ્મદનું છે. લાહોરમાં જન્મેલા ગુલે ટેસ્ટ કરિયરની શરુઆત ભારત સાથે કરી હતી, પરંતુ અંતિમ મેચ પાકિસ્તાનની ટીમથી રમ્યા હતા. તેમણે 1946માં ઈંગ્લેન્ડ સામેની મેચ રમી હતી. આશ્ચર્ય કરાવે તેવી વાત એ છે તેમણે 1952-53માં પાકિસ્તાન સામે મેચ રમી. 1955માં જ્યારે પાકિસ્તાનની નાગરિકતા મળી તો 1956-57માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયા. ગુલનું કરિયર 9 ટેસ્ટ મેચ જેટલું રહ્યું હતું.

અબ્દુલ હફીઝ કારદાર
ભારત અને પાકિસ્તાન બન્ને ટીમો માટે ક્રિકેટ રમનારા અબ્દુલ ત્રીજા ખેલાડી છે, અબ્દુલ હફીઝ કારદારનો જન્મ લાહોરમાં થયો હતો. તેમણે ભારત તરફથી ઈગ્લેન્ડ સામે ડેબ્યુ કર્યું. ભારત માટે 3 ટેસ્ટ રમી હતી. કારદાર ડાબોડી બેટ્સબેન અને સ્પિન બોલર હતા. તેઓ પાકિસ્તાન ગયા પછી કેપ્ટન પણ બન્યા હતા. ભારત અને પાકિસ્તાન બન્ને માટે રમનારા ત્રણ ખેલાડીઓમાંથી કારદાર સફળ રહ્યા છે. તેમણે 26 ટેસ્ટ મેચ રમી અને તેમાં 927 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેમણે 5 અર્ધશતક અને 21 ટેસ્ટ વિકેટ લીધી છે. 1958માં તેમણે વેસ્ટ ઈન્ડિઝ સામે અંતિમ મેચ રમી હતી.



Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *