ભારતે કરવા પડશે આ ફેરફાર
ભારતીય ટીમને સીરીઝમાં હારનો સામનો ના કરવો હોય તો ઓછામાં ઓછા બે ફેરફાર કરવા પડશે. ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે પહેલી મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તે બંને મેચમાં ફેઈલ રહ્યો હતો. ગિલની છબિ તાબડતોબ રન બનાવનારા બેટ્સમેનની નથી. એવામાં તેની જગ્યાએ રિતુરાજ ગાયકવાડને ટીમમાં સામેલ કરી શકાય છે. રિતુરાજનું હાલનું ફોર્મ શાનદાર છે. તેણે વિજય હજારે ટ્રોફીમાં 6 ઈનિંગ્સમાં 4 સદી ફટકારી હતી જેમાં 220 રનની ઈનિંગ્સ પણ હતી.
સુંદરને આપી પડશે તક
ભારતીય ટીમનો મુખ્ય ઓલરાઉન્ડર વોશિંગટન સુંદર બેન્ચ પર બેઠેલો છે. સુંદર નવા બોલથી સારી બોલિંગ કરી શકે છે. ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા અર્શદીપ સિંહના સ્થાને તેને તક આપી શકાય. અર્શદીપે બીજી મેચમાં પાંચ નો બોલ આપ્યા હતા. તેને કેપ્ટને માત્ર બે ઓવર નાખવા આપી હતી. અર્શદીપમાં મેચ પ્રેક્ટિસનો અભાવ દેખાઈ રહ્યો છે. આ તરફ સુંદર બોલિંગની સાથે બેટિંગમાં પણ યોગદાન આપી શકે છે. કેપ્ટન હાર્દિક પણ બોલિંગ કરી રહ્યો છે. એવામાં ટીમની પાસે ફાસ્ટ બોલરના ત્રણ વિકલ્પ રહેશે.
સંભવિત પ્લેઈંગ ઈલેવન
ત્રીજી ટી-20 માટે ભારતના સંભવિત પ્લેઈંગ ઈલેવનમાં ઈશાન કિશન, રિતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ હોઈ શકે છે.