IND vs SA: અશ્વિનની મહેનત પર કોહલીએ ફેરવ્યું પાણી, સરળ કેચ છોડતાં રોહિત પણ ગુસ્સે થયો
ભારતની હાર પર સહેવાગનું ટ્વીટ
2011 વર્લ્ડ કપ વિનિંગના સભ્ય રહેલા વિરેન્દ્ર સહેવાગે આ ઓવર તરફ ઈશારો કરતાં કહ્યું ‘સાઉથ આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કર્યું. ભારતે અંત સુધી સારો સંઘર્ષ કર્યો પરંતુ 133 રન પૂરતા નહોતા. 2011ના વર્લ્ડ કપમાં ભારત ગ્રુપ સ્ટેજમાં સાઉથ આફ્રિકા સામે હાર્યું હતું. આશા છે કે અહીંયાથી તમામ મેચ જીતીશું’.
આ બે ક્રિકેટર્સની ભાગીદારીના લીધે જીત્યું સાઉથ આફ્રિકા
લુંગી એનગિડી અને વેન પાર્નેલની ઘાતક બોલિંગ બાદ પણ ભારતે સૂર્યકુમાર યાદવની અડધી સદીની મદદથી નવ વિકેટ પર 133 રન બનાવ્યા હતા. આ જીતની ખાતરી અપાવે તેવો સ્કોર નહોતો. જો કે, અર્શદીપે બીજી ઓવર અને પોતાના પહેલા ત્રણ બોલ પર ખતરનાક ક્વિંટન ડિ કોક (1) અને રિલી રોસોને (0) બહાર કરી ભારતની બરોબરીમાં ટીમને લાવી દીધી હતી. જો કે, ટીમ ઈન્ડિયાના બોલર મિલર અને માર્કરામની પાર્ટનરશિપને તોડી શક્યા નહીં. બંનેએ ચોથી વિકેટ માટે 60 બોલ પર 76 રનની ભાગીદારી કરી હતી. સાઉથ આફ્રિકાએ બે બોલ બાકી રહેતા પાંચ વિકેટ ગુમાવી લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું. ટુર્નામેન્ટની ત્રણ મેચમાં તેની આ બીજી જીત હતી. સાઉથ આફ્રિકા હવે પાંચ અંક સાથે ગ્રુપમાં ટોપ પર પહોંચી ગયું છે જ્યારે ભારત ત્રણ મેચોમાં પહેલી હાર બાદ ગ્રુપમાં બીજા સ્થાન પર ખસેડાયું છે.
IND vs SA T20 WC: બેકાર ગઈ સૂર્યાની તોફાની ફિફ્ટી, SA સામે ભારતની હાર
કેએલ રાહુલ ફરીથી રહ્યો નિષ્ફળ
રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. આ ટુર્નામેન્ટની શરૂઆતની બે મેચમાં મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહેલા ઓપનર કેએલ રાહુલ પર દબાણ હતું. પહેલી ઓવરમાં જ્યારે સિક્સર સાથે ખાતું ખોલ્યું ત્યારે લાગ્યું હતું કે ટીકાખોરોનું મોં બંધ કરી લેશે. પરંતુ તેમ થયું નહીં અને વર્લ્ડ કપમાં સતત ત્રીજીવાર તે બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નહીં. આ મેચમાં ટીમ ઈન્ડિયા એક ફેરફાર સાથે ઉતરી હતી, જેમાં અક્ષર પટેલની જગ્યાએ દીપક હૂડાને સામેલ કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ સાતમી ઓવરમાં 41 રનના ટોટલ પર ટોપ 3 બેટ્સમેન (કેએલ રાહુલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી) ગુમાવ્યા હતા. હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક પહેલા હૂડાને મોકલવામાં આવ્યો હતો પરંતુ તે ત્રણ બોલ પર ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો.
દીનેશ કાર્તિકનું યોગદાન પણ ઓછું રહ્યું
હૂડા આઉટ થયા બાદ સૂર્યાકુમાર સાથે ભાગીદારી કરવાની જવાબદારી હાર્દિક પંડ્યા પર આવી હતી. પાકિસ્તાન સામેની મેચમાં મુશ્કેલ સમયમાં કોહલીને ભરપૂર સાથ આપનારો પંડ્યા આ વખતે કમાલ કરી શક્યો નહીં. એનગિડીએ તેને પણ પેવેલિયન ભેગો કરી દીધો હતો. 49ના ટોટલ સુધીમાં અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ દિનેશ કાર્તિક રમવા આવ્યો હતો. સૂર્યાકુમાર અને તેણે 40 બોલ પર 52 રનની ભાગીદારી કરી હતી. જો કે, આ ભાગીદારીમાં ડીકેનું યોગદાન માત્ર 6 રન જેટલું જ રહ્યું.
Read Latest Cricket News And Gujarati News