પ્રથમ T20: અર્શદીપ-ચહરના ઝંઝાવાત બાદ રાહુલ-સૂર્યાનું આક્રમણ, દ.આફ્રિકા સામે ભારતનો વિજય
બીજી ઓવરમાં અર્શદીપ સિંહે ઝડપી ત્રણ વિકેટ
ઈજાના કારણે દીપક ચહરને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની એક પણ મેચ રમવાની તક મળી નહોતી. જો કે, સાઉથ આફ્રિકા સામેની મેચમાં પહેલી ઓવર તેણે નાખી હતી અને બાવુમાને આઉટ કર્યો હતો. એશિયા કપ બાદ અર્શદીપ સિંહને બ્રેક આપવામાં આવ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ પોતાના આ લેફ્ટ આર્મ પેસરને બીજી ઓવર આપી હતી. ઓવરના બીજા જ બોલ પર તેણે વિકેટકીપર બેટ્સમેન ક્વિંટન ડી કોકને બોલ્ડ કર્યો હતો. ડિકોક 4 બોલમાં માત્ર 1 રન બનાવી શક્યો હતો. આ જ ઓવરના પાંચમાં બોલ પર રાઈલી રુસો ગોલ્ડન ડક થયો. વિકેટકીપર ઋષભ પંતે તેને કેચ પકડ્યો હતો. આગામી બોલ પર નવો બેટ્સમેન ડેવિડ મિલર પણ ક્લીન બોલ્ડ થયો હતો.
Ind vs SA T20: શિખર પર સૂર્યકુમાર યાદવ, તોડી નાખ્યો ધવનનો ચાર વર્ષ જૂનો રેકોર્ડ
અર્શદીપ સિંહ ‘મેન ઓફ ધ મેચ’
અર્શદીપ સિંહને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. આ દરમિયાન તેણે કહ્યું હતું કે ‘પહેલી ઓવરમાં દિનેશ કાર્તિકે લય તૈયાર કરી. અમે જાણતા હતા કે, પિચથી ઘણી મદદ મળી છે. અમારો પ્લાન તેને આસાન રાખવાનો અને યોગ્ય જગ્યા પર બોલિંગ કરવાનો હતો’. આ સાથે તેણે ઉમેર્યું હતું કે ‘હું વિચારી રહ્યો હતો કે જો મને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળી જાય તો હું શું કહીશ. આટલું વિચારતાં જ હું ઉસ્તાહીત થઈ ગયો હતો’.
પાકિસ્તાન સામે હાર બાદ થયો હતો ટ્રોલ
ભારતીય ટીમને એશિયા કપના સુપર-4માં પાકિસ્તાન સામે હાર મળી હતી. આ મેચમાં અર્શદીપે આસિફ અલીનો કેચ છોડ્યો હતો. ત્યારબાદ તેણે સારું પર્ફોર્મ કરતાં ભારત મેચ હારી ગયું હતું. હાર બાદ લોકોએ અર્શદીપને નિશાને લીધો હતો અને તેને ખાલિસ્તાની પણ કહ્યો હતો.