કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત નોંધાવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની મહિલા ટીમે 149 રન બનાવ્યા હતા જેના જવાબમાં હરમનપ્રીત કૌરની ટીમે પ્રથમ ઓવરમાં સાત વિકેટે આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
પાકિસ્તાનની પારી બિસ્માહ અને આયેશાની આસપાસ ફરતી રહી. કેપ્ટન બિસ્માહ મારૂફે (અણનમ 68) અડધી સદી ફટકારી હતી અને આયેશા નસીમે (43 અણનમ) પાંચમી વિકેટ માટે 81 રનની અતૂટ ભાગીદારી કરી હતી. બંનેએ આ ભાગીદારી માત્ર 47 બોલમાં કરી હતી. બિસ્માહે 55 બોલનો સામનો કર્યો અને તેની અણનમ ઇનિંગમાં સાત ચોગ્ગા ફટકાર્યા.
ભારત તરફથી રાધા યાદવ સૌથી સફળ બોલર રહી હતી, જેણે ચાર ઓવરમાં 21 રન આપીને બે વિકેટ લીધી હતી. દીપ્તિ શર્માએ જવેરિયા ખાન (08 રન) ને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા મેળવી જેણે સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો અને બોલ હમરનપ્રીત કૌરના હાથમાં ગયો. આયેશાએ 172ના સ્ટ્રાઈક રેટથી માત્ર 25 બોલમાં અણનમ 43 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.