હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
ભારતીય ધરતી પર ભારત સાથે ટકરાશે પાકિસ્તાન
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના યજમાન બનવાની રેસમાં સૌથી આગળ છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા ધરાવે છે, એવામાં BCCI ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ અમદાવાદમાં યોજવાનું વિચારી રહ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ લોકોને સમાવવાની ક્ષમતા છે અને આ મેચ જોવા માટે દેશ-વિદેશથી લોકો આવી શકે છે એવામાં અહીં મેચ યોજવા માટે વધુ વિચાર કરવાની જરૂર નથી. 2016 પછી પહેલીવાર ભારતની ધરતી પર બંને કટ્ટર હરીફ ગણાતી ટીમોની ટક્કર થશે. એવામાં ક્રિકેટ રસિયાઓનો રોમાંચ પણ ચરમ પર હશે.
13 સ્ટેડિયમોના નામ પર વિચારણા
પ્રાપ્ત વિગતો અનુસાર, 5 ઓક્ટોબરથી ટુર્નામેન્ટ શરૂ થવાની છે. નાગપુર, બેંગાલુરુ, ત્રિવેન્દ્રમ, મુંબઈ, દિલ્હી, લખનૌ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર, ધર્મશાલા સહિતના સ્ટેડિયમના નામ પર હાલ વિચારણા ચાલી રહી છે. આ 13 સ્થળોમાંથી ભારત ફક્ત 7 સ્થળોએ મેચો રમશે. રિપોર્ટ પ્રમાણે, ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની પૂર્ણાહુતિ પછી BCCI ભવ્ય રીતે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરશે.
બેંગાલુરુ-ચેન્નાઈમાં મોટાભાગની મેચો રમશે પાકિસ્તાન!
રિપોર્ટનું માનીએ તો, પાકિસ્તાન સુરક્ષાના કારણોસર પોતાની મોટાભાગની મેચો બેંગાલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને ચેન્નાઈના ચેપુક સ્ટેડિયમમાં રમી શકે છે. આ જ રીતે બાંગ્લાદેશ પોતાની મોટાભાગની મેચો કોલકાતા અને ગુવાહાટીમાં રમી શકે છે. આ બંને સ્થળો બાંગ્લાદેશથી નજીક હોવાથી ત્યાંના પ્રેક્ષકોની મુસાફરીની સુગમતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાઈ શકે છે.
હોમગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવી શકે છે ભારત
પાકિસ્તાન સામેની મેચ સિવાય બીજી મેચોમાં પણ પસંદગી જાણવા માટે BCCI ઈન્ડિયન ટીમ મેનેજમેન્ટ સાથે વાતચીત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો, ઈન્ડિયન ટીમે BCCIને વિનંતી કરી છે કે, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામેની મેચો સ્પિનરોને સુગમતા રહે તેવા સ્થળોએ ગોઠવે. મેનેજમેન્ટે હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવવા માટે સ્લો પીચની માગ કરી છે. એવામાં પ્રબળ સંભાવનાો છે કે, ઓસ્ટ્રેલિયા સામેની મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં જ્યારે ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સામેની મેચો સ્લો પીચવાળા અન્ય સ્ટેડિયમોમાં યોજાઈ શકે છે.