ind vs pak, IND Vs PAK T20 World Cup: આ 3 પોઈન્ટમાં છૂપાયું છે ભારતની જીતનું રહસ્ય, આમ થયું તો પાકિસ્તાન ચોક્કસ હારશે - ind vs pak t20 world cup three major points to win against pakistan

ind vs pak, IND Vs PAK T20 World Cup: આ 3 પોઈન્ટમાં છૂપાયું છે ભારતની જીતનું રહસ્ય, આમ થયું તો પાકિસ્તાન ચોક્કસ હારશે – ind vs pak t20 world cup three major points to win against pakistan


આજે T20 વર્લ્ડકપ (T20 World Cup)માં ભારતીય ટીમની ટક્કર પાકિસ્તાન (INDIA Vs PAKISTAN) સામે થવાની છે. બન્ને ટીમોએ મેચ પહેલા સ્પેશિયલ ગેમ પ્લાન બનાવ્યા હશે. ભારત અને પાકિસ્તાનની મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં થવાની છે. ભારતને પાછલી બે T20 મેચમાં બે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભારતીય ટીમના બોલરોને પાકિસ્તાનના બેટ્સમેનોએ પરેશાન કર્યા હતા. હવે ભારતે જીત સાથે T20 વર્લ્ડકપની શરુઆત કરવાની છે, જેમાં ભારતે સ્પેશિયલ પરફોર્મન્સ આપવું પડશે. ટીમની જીતનું રહસ્ય ત્રણ પોઈન્ટમાં છૂપાયેલું છે. જો આ ત્રણ પોઈન્ટમાં ભારતીય ટીમ સફળ રહી તો જીત નિશ્ચિત છે.

1. પાવરપ્લેમાં ઓછામાં ઓછી બે વિકેટ
પાકિસ્તાનની જીતમાં બેટ્સમેન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન મહત્વનું યોગદાન આપે છે. બન્નેએ ભારત સામે પાકિસ્તાનને 10 વિકેટથી જીતાડ્યું હતું. આ વર્ષે પણ બાબર અને રિઝવાનના બેટ સારા ચાલી રહ્યા છે. રિઝવાને આ વર્ષે સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે.

આ બન્ને સિવાય કોઈ એવો બેટ્સમેન નથી જેમણે સતત રન બનાવ્યા છે. ફખર જમાન પણ ઘાયલ હોવાના કારણે મેચ રમશે નહીં. એવામાં ટીમ ઈન્ડિયા પાવરપ્લેમાં ઓછામાં ઓછી બે વિકેટ લેવી જરુરી છે. જો આ બન્ને વિકેટ બાબર અને રિઝવાનની હોય તો લગભગ ભારતનું પલડું ભારે થઈ જશે.

2. શરુઆતમાં વિકેટ ના ગુમાવી જોઈએ
ભારતમાં જહાં પાવરપ્લેમાં ઓછામાં ઓછી બે વિકેટ લેવી જોઈએ, અને શરુઆતમાં ભારતીય ટીમે વિકેટ ગુમાવવી ના જોઈએ. પાકિસ્તાન માટે શાહીન આફ્રીદી સાથે નસીમ શાહ બોલિંગ સંભાળે છે. બન્ને પાસે સારી સ્પીડ છે. તેઓ લગાતાર 140 કિલોમીટર પ્રતિ કલાક કરતા વધુ સ્પીડે બોલ નાખી શકે છે.

મેલબોર્નની પિચમાં બાઉન્સ પણ છે. ત્યાં સતત વાદળો છવાયેલા રહે છે અને તેનાથી બોલરનો સ્વિંગ પણ મળે છે. એવામાં ભારતે કોશિશ કરવાની રહેશે કે શરુઆતમાં વિકેટ ના ગુમાવે. રોહિત શર્મા અને કેએલ રાહુલે આ જવાબદારી લેવી પડશે. પાછલા વર્ષે શાહીન આફ્રીદીને બન્ને શિકાર બનાવ્યા હતા.

3. મેદાન મોટા, જૂની આદતો સાથે રમવું પડશે
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ દુનિયાના સૌથી મોટું સ્ટેડિયમ માનવામાં આવી રહ્યું છે. તેની બાઉન્ડ્રી 90 મીટર લાંબી છે. આ કારણે આ મેદાન પર હજુ સુધી T20 ઈન્ટરનેશનલ મેચમાં ક્યારેય 190+નો સ્કોર બની શક્યો નથી. ભારતે અહીં નવા અપ્રોચને છોડીને જૂની સ્ટાઈલમાં રમવું પડશે. પહેલા બોલથી અટેક કરવાનો ફોર્મ્યુલા અહીં ચાલવો મુશ્કેલ છે. એવામાં ભારતીય બેટ્સમેનને પહેલા પીચ પર સેટ થઈને પછી ઝડપથી બેટિંગ કરવાની કોશિશ કરવી પડશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *