IND Vs PAK, Asia Cup: ભારત માટે ટ્રમ્પ કાર્ડ છે Hardik Pandya, પાકિસ્તાન માટે માથાનો દુખાવો - ind vs pak asia cup hardik pandya trump card for india and headache for pakistan

IND Vs PAK, Asia Cup: ભારત માટે ટ્રમ્પ કાર્ડ છે Hardik Pandya, પાકિસ્તાન માટે માથાનો દુખાવો – ind vs pak asia cup hardik pandya trump card for india and headache for pakistan


2018ના એશિયા કપમાં હાર્દિક પંડ્યાને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો. આ મેચ ભારત સામે જ હતી. બોલિંગ કરતી વખતે તેની કમરમાં ઈજા થઈ હતી અને તે ચાલી શકે તેવી સ્થિતિમાં પણ નહોતો. 2022માં એ જ મેદાન પર હાર્દિકે પાકિસ્તાન સામે એશિયા કપમાં તરખાટ મચાવીને ભારતીય ટીમને વિજય બનાવી હતી. તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. હવે ફરી દુબઈના મેદાન પર ભારત અને પાકિસ્તાનની મેચ થવાની છે અને હાર્દિક પંડ્યા પણ તૈયાર છે.

મુશ્કેલ સમયમાંથી પસાર થયો હાર્દિક
આ બન્ને મેચ વચ્ચે હાર્દિક પંડ્યા મુશ્કેલ સમયમાંથી પસાર થયો હતો. 2019માં કોફી વિથ કરણ શોમાં વાંધાજનક નિવેદન કર્યું હતું. હાર્દિક પંડ્યાએ કરેલા વિવાદિત નિવેદનના કારણે કારણે તેણે માફી માગી પરંતુ આટલું પૂરતું નહોતું તેને BCCI દ્વારા બેન કરવામાં આવ્યો હતો અને તપાસ પંચ બેસાડવામાં આવ્યું હતું.

ફોર્મનો સાથ નહોતો મળી રહ્યો
વિવાદ પૂર્ણ થયા પછી હાર્દિક મેદાનમાં ઉતર્યો તો ફિટનેસ સમસ્યા બની હતી. ફોર્મ પણ તેની સાથે નહોતું. ક્યારેક હાર્દિક બોલિંગ કરતો તો ક્યારેક નહોતો કરતો. પીઠની સમસ્યા સામે તે સતત ઝઝૂમી રહ્યો હતો. પાછલા વર્ષે T20 વર્લ્ડકપમાં પણ સ્થિતિ એવી હતી કે તેને ટીમની બહાર રાખવાની વાત ઉઠી રહી હતી, કારણ કે તે બોલિંગ જ નહોતો કરતો. વર્લ્ડકપની પહેલી બન્ને મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિક બેટિંગમાં ફ્લોપ રહ્યો હતો જ્યારે બોલિંગ તો કરી જ નહોતી. પછી તેણે બ્રેક લઈ લીધો હતો.

હવે પાકિસ્તાન માટે બન્યો માથાનો દુઃખાવો
હાર્દિક પંડ્યાએ IPL 2022માં કમબેક કર્યું અને તેની ટીમ ચેમ્પિયન બની હતી. ગુજરાતે રમેલી 15 મેચમાં તેણે 44ની એવરેજ સાથે 487 રન બનાવ્યા હતા અને 140 કિલોમીટરની ઝડપે બોલિંગ કરી હી. ફાઈનલમાં ત્રણ વિકેટ લઈને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી.

‘મારો મુજે મારો’વાળા પાકિસ્તાની ફેનને Irfan Pathanએ એવો જવાબ આપ્યો કે બોલતી બંધ થઈ ગઈ
IPL 2022 પછી હાર્દિકને ભારત માટે 14 T20 મેચમાં 35ની એવરેજ સાથે 314 રન બનાવ્યા અને બોલિંગમાં 24ની એવરેજ સાથે 11 વિકેટ લીધી. પાકિસ્તાન સામે એશિયા કપની પહેલી મેચમાં 17 બોલમાં 33 રન કરીને ટીમને ચેમ્પિયન બનાવી હતી. હવે એશિયા કપ સામે સુપર-4માં પાકિસ્તાન માટે રોહિત શર્મા કે વિરાટ કોહલી નહીં પરંતુ હાર્દિક પંડ્યા માથાનો દુઃખાવો બનેલો છે.

શોર્ટ બોલને પોતાનું હથિયાર બનાવ્યું
હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે પહેલી મેચમાં શોર્ટ બોલને પોતાનું હથિયાર બનાવ્યું હતું. તેણે પાકિસ્તાનના મુખ્ય બેટ્સમેન મોહમ્મદ રિઝવાન, ખુસદિલ શાહ અને ઈફ્તિકાર અહેમદને આઉટ કર્યા હતા. હોંગકોંગ સામેની મેચમાં હાર્દિકને આરામ આપવામાં આવ્યો હતો. હવે તે ફરી પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. પાકિસ્તાન સામે એમ પણ હાર્દિકનું બેટ વધારે બોલે છે. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈલને કોણ ભૂલી શકે? ભલે ટીમ હારી ગઈ હતી પરંતુ હાર્દિકે 43 બોલમાં 76 રન બનાવ્યા હતા તેની ચર્ચા આજે પણ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *