‘થાકી ગયો છે વિરાટ કોહલી અને તેના હાથમાંથી સરકી રહ્યો છે સમય’
સૂર્યકુમાર યાદવને ખતરનાક ખેલાડી માને છે વસીમ અકરમ
ભારત અને પાકિસ્તાનની મેચ માટે દર્શકો આતુરતાથી જોઈ રહ્યા છે. આ પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને મહાન બોલર રહી ચૂકેલા વસીમ અકરમને ભારતીય ટીમમાંથી કોઈ તેવા ખેલાડીને પસંદ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જે ખરેખર પાકિસ્તાનને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે તરત જ સૂર્યકુમાર યાદવનું નામ લીધું હતું.
વિનોદ કાંબલીની પીડા સાંભળી બિઝનેસમેને કરી નોકરીની ઓફર, આપશે આટલો પગાર
સૂર્યકુમાર યાદવને ગણાવ્યો ફેવરિટ ખેલાડી
સૂર્યકુમારે માર્ચ, 2021માં ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી જ ભારતીય બેટ્સમેનના ક્રમનો મુખ્ય ભાગ બની ગયો છે. અકરમે કોલકાતા નાઈટરાઈડર્સમાં સૂર્યકુમાર સાથે કામ કર્યું હતું. તેમણે જૂના દિવસોને યાદ કરતાં ક્રિકેટરના કેટલાક શોટ્સે તેમને હેરાન કરી દીધા હોવાનું કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ‘રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલી તો છે પરંતુ હાલ મારા મનપસંદ ખેલાડીઓમાંથી એક સૂર્યકુમાર યાદવ છે. તે શાનદાર છે. મેં તેને કોલકાતા નાઈટરાઈડર્સથી રમતાં પહેલીવાર જોયો હતો. KKR તે નંબર 7 અને 8 પર રમ્યો હતો. તેણે કેટલાક એવા રમ્યા હતા, જે અસામાન્ય અને મુશ્કેલ હતા’. જણાવી દઈએ કે, સૂર્યકુમાર અત્યારસુધીમાં 23 T-20 રમી ચૂક્યો છે, જેમાં 5 અડધી સદી અને એક સદી ફટકારી ચૂક્યો છે.
‘સૂર્યકુમાર તમામ ટીમ માટે જોખમી સાબિત થશે’
સૂર્યકુમાર માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ દુનિયાની દરેક ટીમ માટે ખતરનાક સાબિત થશે તેવું વસીમ અકરમનું કહેવું છે. ‘જ્યારથી તે ભારતીય ટીમમાં આવ્યો છે ત્યારથી સારું રમી રહ્યો છે. મને લાગે છે કે તે સ્પિન અને ફાસ્ટ બોલર માટે ખતરનાક ખેલાડી છે અને તે હકીકતમાં 360 ડિગ્રી ખેલાડી છે’, તેમ તેમણે ઉમેર્યું હતું