IND vs PAK: હારથી ગમમાં ડૂબ્યું પાકિસ્તાન, પીએમ મોદીએ આ અંદાજમાં ભારતને પાઠવ્યા અભિનંદન
રોહિતની આસપાસ ન દેખાયો વિરાટ
પાકિસ્તાનની ઈનિંગ્સ દરમિયાન વિરાટ કોહલી રોહિત શર્માની આસપાસ પણ જોવા મળ્યો નહોતો. કારણ હતું, વિરાટ કોહલીની સ્ટ્રેન્થ અને ફિટનેસ. કેપ્ટન રોહિતે દુનિયાના સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક ગણાતા વિરાટ કોહલીનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. કેપ્ટન હોવાના કારણે તે પોતે 30 યાર્ડ સર્કલમાં જ ફીલ્ડિંગ કરી રહ્યો હતો, પરંતુ કોહલીને સતત બાઉન્ડ્રી લાઈન પર રાખ્યો. ટીમને તેનો ફાયદો પણ મળ્યો અને વિરાટે ઘણી તક પર શાનદાર ફીલ્ડિંગ કરતાં રન થતાં બચાવ્યા હતા.
રોહિત શર્મા અને વિરાટ કોહલીની 49 રનની ભાગીદારી
રોહિત શર્મા અને વિરાટ કોહલીની વચ્ચે બીજી વિકેટ માટે 49 રનની ભાગીદારી થઈ હતી. ટીમ ઈન્ડિયાને માત્ર એક રનના સ્કોર પર કેએલ રાહુલના રૂપમાં મોટો ઝટકો મળ્યો હતો. રાહુલ આઉટ થયા બાદ ક્રીઝ પર ઉતરેલા વિરાટ કોહલીએ પહેલી ઓવરને જીવનદાન આપ્યું હતું. ત્યારબાદ તે ઘણા આકર્ષક શોટ રમ્યો હતો. તેણે ભારત માટે 35 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સ પણ સામેલ હતી. પિચ બેટિંગ માટે મુશ્કેલ હતી અને શરૂઆતમાં કોહલી સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. બોલ તેના બેટ પર આવી રહ્યો નહોતો. આ પછી પણ તેણે હાર માન નહોતી અને રન બનાવવાનું યથાવત્ રાખ્યું હતું. રોહિત શર્માએ 18 બોલમાં 12 રન બનાવ્યા હતા. બંનેને લેફ્ટી સ્પિનર મહોમ્મદ નવાઝે આઉટ કર્યા હતા. જણાવી દઈએ કે, પાકિસ્તાન સામેની મેચમાં ભારત તરફથી હાર્દિક પંડ્યા હીરો સાબિત થયો હતો. તેણે 17 બોલમાં 33 રન બનાવ્યા હતા તેમજ 4 વિકેટ ઝડપી હતી. તેની સિક્સરથી જ ભારત જીત મેળવવામાં સફળ થયું હતું.