રોહિત નિર્ણય ભૂલી ગયો
મેચ પહેલા જ્યારે ટૉસ થયો ત્યારે એક મજાની વાત બની હતી. ભારતીય ટીમ ટૉસ જીતી ગઈ પરંતુ પછી જે થયું જે જોઈને હાજર તમામ લોકો હસવા લાગ્યા. કેપ્ટન રોહિત શર્મા ભૂલી જ ગયો કે તેમણે શું નિર્ણય લેવાનો છે. કેપ્ટન રોહિત શર્મા ટૉસ જીત્યા પછી માથુ ખંજવાળવા લાગ્યો. તે થોડી વાર વિચારવા લાગ્યો કે શું નિર્ણય લેવાનો છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન અને મેચ રેફરી સતત તેની સામે જોઈ રહ્યા હતા અને હસી રહ્યા હતા. રોહિતે થોડી વાર વિચાર્યા પછી કહ્યું- પહેલા બોલિંગ કરીશું.
રવિ શાસ્ત્રી સાથેની વાતચીતમાં રોહિત શર્માએ કહ્યું કે, ટોસ જીત્યા પછી હું ભૂલી જ ગયો હતો કે અમે શું કરવા માંગતા હતા. ટૉસના નિર્ણય વિશે ટીમ સાથે ઘણી ચર્ચા કરવામાં આવી હતી, અમે મુશ્કેલ સ્થિતિમાં પોતાને પડકાર આપવા માંગતા હતા, માટે અમે પહેલા બોલિંગ કરીશું.
અહીં જુઓ રોહિત શર્માનો વીડિયો-
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો. શાર્દુક ઠાકુરનું સ્થાન ઉમરાન મલિકને આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ આવુ કંઈ થયું નથી. ન્યૂઝીલેન્ડે પણ પોતાની ટીમમાં ખાસ બદલાવ નથી કર્યો. આજની મેચમાં વિરાટ કોહલીના પર્ફોમન્સ પર ખાસ નજર રહેશે. વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી વનડે સીરિઝમાં પોતાની કારકિર્દીની 44મી સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં વિરાટ કોહલી કમાલ નહોતો કરી શક્યો પરંતુ બીજી મેચમાં તેની પાસે તક છે. વિરાટ કોહલી જો બીજી વનડે મેચમાં 111 રન ફટકારશે તો ઈન્ટરનેશનલ કરિયરમાં 25000 રન પૂરા કરશે. ક્રિકેટના ઈતિહાસમાં આમ કરનાર તે છઠ્ઠો બેટ્સમેન બની જશે. ભારતમાં કોહલી સિવાય આ ઉપલબ્ધિ સચિન તેંડુલકર પાસે છે.