Ind vs NZ: પૃથ્વી શોને મળશે તક? ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ પહેલી T20 મેચમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11? - ind vs nz t20 team india predicted 11 for first t20 vs new zealand

Ind vs NZ: પૃથ્વી શોને મળશે તક? ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ પહેલી T20 મેચમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11? – ind vs nz t20 team india predicted 11 for first t20 vs new zealand


રાંચીઃ ભારત અને ન્યૂઝિલેન્ડ (IND vs NZ) વચ્ચે ટી20 સીરિઝનો પહેલો મુકાબલો આજે થશે. આ મેચ રાંચીના ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સીરિઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ નહીં હોય. હાર્દિક પંડ્યાની કેપ્ટનસીમાં ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. હાર્દિકની કેપ્ટન્સીમાં જ ભારતે શ્રીલંકાને ટી20 સીરિઝમાં હરાવ્યું હતું.

પૃથ્વી શોને મળશે ચાન્સ?
ભારતીય ટીમમાં લગભગ 18 મહિના બાદ પૃથ્વી શોની વાપસી થઈ છે, પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યાએ સંકેત આપ્યા છે કે, પહેલી મેચમાં તે નહીં રમે. ઈશાન કિશન સાથે શુભમન ગિલ ઓપનિંગ કરશે. ગિલે શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરિઝમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેનું પરફોર્મન્સ પણ સારુ રહ્યું હતું. ત્રીજા નંબરે રાહુલ ત્રિપાઠી રમશે એ નક્કી છે. તેણે શ્રીલંકા વિરુદ્ધ જોરદાર બેટિંગ કરી હતી. ચોથા નંબરે વિશ્વના નંબર વન ટી20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઉતરશે. ભલે વનડે મેચમાં તે સારુ પરફોર્મન્સ ન આપી શક્યો હોય, પરંતુ ટી20માં તેનો કોઈ જવાબ નથી. શ્રીલંકા વિરુદ્ધ છેલ્લી મેચમાં તેણે સદી ફટકારી હતી. એ પછી હાર્દિક પંડ્યા અને દીપક હુડ્ડા બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી શકે છે.
દિગ્ગજ MS Dhoni સાથે મુલાકાત દરમિયાન કયા મુદ્દા પર થાય છે વાતચીત? Hardik Pandyaએ કર્યો ખુલાસો
કોણ લેશે અક્ષરની જગ્યા?
અક્ષર પટલ શ્રીલંકા વિરુદ્ધની સીરિજમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. તેણે રન બનાવવાની સાથે વિકેટો પણ લીધી હતી. લગ્નના કારણે તેણે સીરિઝમાંથી બ્રેક લીધો છે. એની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં વોશિંગટન સુંદરને તક મળી શકે છે. આ સિવાય ટીમ પાસે સ્પિનર બોલિંગ ઓલરાઉન્ડરનો કોઈ વિકલ્પ નથી.

કેવો હશે બોલિંગનો અટેક?
ભારતીય ટીમના ત્રણ મુખ્ય બોલર સાથે ઉતરશે. જેમાં ઉમરાન મલિક સિવાય અર્શદીપ સિંહ અને શિવમ માવી હોઈ શકે છે. માવી જરુર પડે બેટિંગથી પણ યોગદાન આપી શકે છે. સ્પિનર બોલર માટે કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલનો વિકલ્પ છે. ફોમને જોતા કુલદીપ પ્લેઈંગ ઈલેવનમાં રમી શકે છે.
Ind vs NZ: પૃથ્વી શોને મળશે તક? ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ પહેલી T20 મેચમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11? - ind vs nz t20 team india predicted 11 for first t20 vs new zealandધોનીએ ભારતીય ડ્રેસિંગ રૂમમાં પહોંચી આપી ‘સરપ્રાઈઝ’, ખેલાડીઓ સાથે કરી વાતચીત
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ, ઈશાન કિશન, (વિકેટ કિપર), રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, વોશિંગટન સુંદર, શિવમ માવી, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, કુલદીપ યાદવ.
Latest Cricket News And Gujarat News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *