ind vs aus wtc final, WTC Final: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ખાસ બોલથી રમાશે, કૂકાબુરા અને એસજી કરતા તે કેટલો અલગ છે? - wtc final between india and australia to be played with dukes ball

ind vs aus wtc final, WTC Final: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ખાસ બોલથી રમાશે, કૂકાબુરા અને એસજી કરતા તે કેટલો અલગ છે? – wtc final between india and australia to be played with dukes ball


લંડનઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (Ind vs Aus)ની વચ્ચે 7 જૂનથી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (WTC Final) મેચ રમાવાની છે. આ મેચ લંડનના ધ ઓવલમાં રમાશે. અહીંની પરિસ્થિતિ ભારત અને ઓસ્ટ્રેલિયા બંને કરતા ઘણી અલગ રહેવાની છે. તે સાથે જ દડો પણ અલગ હશે. ભારતમાં એસજી જ્યારે ઓસ્ટ્રેલિયામાં કૂકાબુરાના દડાથી ટેસ્ટ મેચ રમાય છે. પરંતુ, ઈંગ્લેન્ડમાં રમાતી મેચોમાં ડ્યૂક બોલનો ઉપયોગ કરાય છે.

હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના અપડેટ્સ

ડ્યૂક બોલની સિલાઈ હોય છે અલગ
કૂકાબુરા બોલની સિલાઈ મશીનથી થાય ચે અને તેની સીમ સપાટ હોય છે. એસજીની સિલાઈ હાથથી કરવામાં આવે છે. ડ્યૂકની પણ એસજીની જેમ હાથથી સિલાઈ થયા છે. પરંતુ તેમાં ફરક છે. એસજીની સિલાઈ જાડા દોરાથી થાય છે, જ્યારે ડ્યૂકની સિલાઈમાં પાતળા દોરાનો ઉપયોગ થાય છે. તેમાં બોલરોને સારી ગ્રિપ મળે છે. તે સાથે જ ડ્યૂકની સિલાઈમાં ગેપ દેખાય છે, જ્યારે એસજીની સિલાઈમાં ટાંકા ઘણા નજીક-નજીક હોય છે.

પેસર્સને મદદ કરે છે ડ્યૂક બોલ
ડ્યૂક બોલ ફાસ્ટ બોલરો માટે સૌથી વધુ મદદરૂપ હોય છે. કેમકે, તેમાં લંબા સુધી સુધી સ્વિંગ જોવા મળે છે. 50-55 ઓવર સુધી ડ્યૂક બોલ સ્વિંગ થાય છે. એ કારણે જ દડો બેટની કિનારીને અડે છે અને સ્લિપમાં કેચ જાય છે. ઈંગ્લેન્ડમાં એ કારણે જ ફાસ્ટ બોલરોને વધુ મદદ મળે છે. જ્યારે એસજીનો દડો 10-15 ઓવર સુધી જ સ્વિંગ થાય છે. પછી 70 ઓવર પછી સ્વિંગ જોવા મળે છે. કૂકાબુરા પણ 25 ઓવર પછી સ્વિંગ થવાનું બંધ થઈ જાય છે.

બંને ટીમો પાસે સ્વિંગ બોલર છે
ભારતીય ટીમની પાસે તોફાની ફાસ્ટ બોલરો નથી. ટીમમાં મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ અને શાર્દુલ ઠાકુર છે. આ બધા સ્વિંગ બોલર છે અને તેમને ડ્યૂક બોલથી ઘણી મદદ મળશે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો પેન્ટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કની સરેરાશ સ્પીડ ભારતીય બોલરો કરતા વધુ છે. પરંતુ, એ પણ સ્વિંગ બોલર જ છે. એટલે કે, જે પણ ટીમ સ્વિંગ બોલિંગની સામે સારી બેટિંગ કરશે, તે આ ચેમ્પિયનશિપ જીતશે તે સ્પષ્ટ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *