ind vs aus test, IND vs AUS: Shubman Gill અને Ishan Kishanને નહીં મળે તક! Suryakumar Yadav કરશે ડેબ્યૂ! - ind vs aus dinesh karthik shares possible playing xi for first test match

ind vs aus test, IND vs AUS: Shubman Gill અને Ishan Kishanને નહીં મળે તક! Suryakumar Yadav કરશે ડેબ્યૂ! – ind vs aus dinesh karthik shares possible playing xi for first test match


ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ ગુરુવારથી (9 ફેબ્રુઆરી) નાગપુરમાં રમાશે. પહેલી ટેસ્ટ મેચ પહેલા અત્યારથી જ પ્લેઈંગ ઈલેવનને લઈને ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે (Dinesh Karthik) સંભવિત પ્લેઈંગ ઈવેલનનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં તેણે પહેલી ટેસ્ટ મેચ માટે ત્રણ સ્પિનર અને બે ફાસ્ટ બોલરોને પસંદ કર્યા છે. આ સિવાય વિકેટકીપર તરીકે ઈશાન કિશનની (Ishan Kishan) જગ્યાએ કેએસ ભરતને સિલેક્ટ કર્યો છે. દિનેશ કાર્તિકના આ પ્લેઈંગ ઈવેલનમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, શુભમન ગિલનું (Shubman Gill) જ નામ નથી. તેણે શુભમનની જગ્યાએ કેએલ રાહુલને ઓપનર તરીકે રાખ્યો છે, જે કેપ્ટન રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરશે. શુભમન છેલ્લા કેટલાક સમયથી જોરદાર ફોર્મમાં છે ત્રીજા નંબર પર અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને જગ્યા આપી છે.

ભારત સામેની સીરિઝના બે દિવસ પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, વિશ્વ વિજેતા કેપ્ટને લીધો સંન્યાસ

દિનેશ કાર્તિકના પ્લેઈંગ ઈલેવનમાં આ ખેલાડીને સ્થાન નહીં

દિનેશ કાર્તિકના પ્લેઈંગ ઈલેવનમાં વિરાટ કોહલીની સાથે બેટિંગને મજબૂતી આપવા માટે સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટી20 અને વનડે બાદ સૂર્યાની પાસે હવે ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક છે. તો વિકેટકીપિંગની જવાબદારી કેએસ ભરતની પાસે હશે. જો કે, ઈશાન કિશન પણ વિકલ્પ હતો. પરંતુ કાર્તિકની ટીમમાં તેની જગ્યા નથી બની રહી. આ સિવાય આર અશ્વિન પણ પોતાની સ્પિન બોલિંગથી ટીમ ઈન્ડિયાને બેટિંગમાં પણ મદદ કરશે. નાગપુરના આ ટર્નિંગ ટ્રેક પર અશ્વિને પણ ખાસ તૈયારી કરી છે. તેવામાં અશ્વિન સામે ઓસ્ટ્રેલિયાની ટીમ કેવી રીતે રમશે તે પણ જોવું રહેશે.

તો શું ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે વિકેટ લેવાનો હરભજનનો રેકોર્ડ તોડશે આર.અશ્વીન?

ટેસ્ટ સીરિઝથી જાડેજાનું કમબેક
રવિન્દ્ર જાડેજા પણ લગભગ છ મહિના બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે તૈયાર છે. જાડેજા એશિયા કપ 2022 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે ટી20 વર્લ્ડ કપમાં રમી શક્યો નહોતો. જાડેજા ન માત્ર બોલિંગ પરંતુ ટેસ્ટમાં પણ શાનદાર બેટિંગથી વિરોધી ટીમ માટે માથાનો દુખાવો બની શકે છે. ટીમમાં ત્રીજા ઓલરાઉન્ડરની ભૂમિકા અક્ષર પટેલ નિભાવશે. અક્ષર પટેલને ઓસ્ટ્રેલિયા સામે કાર્તિકે ભારતીય ટીમના પ્લેઈંગ ઈવેલનમાં રાખ્યો છે. તો બોલિંગમાં અન્ય બે વિકલ્પ મહોમ્મદ શમી અને મહોમ્મદ સિરાજ છે. આ બંને પાસે કાંગારુ ખેલાડીઓને બોલિંગથી પરેશાન કરવાની જવાબદારી હશે.

દિનેશ કાર્તિકની સંભવિત પ્લેઈંગ ઈલેવન
કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, મહોમ્મદ શમી અને મહોમ્મદ સિરાજ

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *