ત્રીજી ટેસ્ટઃ અશ્વિનને અકળાવવા લાબુશેન કરી રહ્યો હતો અવળચંડાઈ, અમ્પાયરે આપ્યો ઠપકો
સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાની કરી નિંદા
સુનીલ ગાવસ્કરે તેમ પણ કહ્યું હતું કે ‘ભારતીય બેટ્સમેનોમાં આત્મવિશ્વાસની કમી હતી તે તેમને જોઈને જ લાગતું હતું. કારણ કે, રોહિત શર્મા સિવાય પહેલી બે મેચમાં તેમણે રન બનાવ્યા નહોતા. રોહિતે નાગપુરમાં શાનદાર સદી ફટકારી હતી. જ્યારે તમારા ખાતામાં ઓછા રન હોય તો, બેટિંગમાં થોડી અસ્થિરતા આવે છે. તેઓ પિચ પર બોલ પાસે પહોંચી નહોતા શકતા. તેમણે પિચને પોતાના પર હાવી થવા દીધી હતી. આ એવી પિચ હતી જે હકીકતમાં પહેલી ઈનિંગમાં જ તેમના મગજ પર હાવી થવા લાગી હતી. બીજી ઈનિંગમાં તેની અસર વધારે જ હતી’.
IND vs AUS: કેમ હારી ટીમ ઈન્ડિયા? કેપ્ટન રોહિતે જણાવ્યું કારણ, મેચ બાદ વ્યક્ત કર્યો ગુસ્સો
WTSના ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ બનાવી જગ્યા
જણાવી દઈએ કે, પહેલા જ બોલમાં સ્પિનરોની મદદગાર પિચ પર ભારતીય ખેલાડીઓ બંને ઈનિંગમાં માત્ર 109 અને 163 રન જ બનાવી શક્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ મેચને ત્રીજા જ દિવસે નવ વિકેટથી જીતીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. હજી એક મેચ બાકી છે, જે 9 માર્ચથી અમદાવાદમાં રમાવાની છે. હવે ભારતની તમામ આશા આ ટેસ્ટ પર ટકેલી છે. જો ટીમ અમદાવાદ ટેસ્ટ મેચમાં જીત મેળવી લેશે તો તેમના માટે ડબલ્યૂટીસીના ફાઈનલમાં પહોંચવાની આશા બનેલી રહેશે. ચાર મેચોની આ સીરિઝમાં ભારતીય ટીમે નાગપુરમાં ઓસ્ટ્રેલિયાને 132 રનથી હરાવ્યું હતું. તો દિલ્હી ટેસ્ટમાં યજમાન ટીમે 6 વિકેટથી જીત મેળવી હતી.
Read latest Cricket News and Gujarati News